બ્લોગ અને વેબસાઇટ બંનેમાં હોમપેજ
તો હોય જ, પણ આપણે જેની વાત કરીએ છીએ એ જરા અલગ પ્રકારનું હોમપેજ છે.
(http://flavors.me)
ફ્લેવર્સ.મી નામે ઇન્ટરનેટ પર એક એવી સર્વિસ ઉપલબ્ધ છે, જે તમને મફતમાં
(થોડી મર્યાદાઓ સાથે) ચપટી વગાડતાં તમારી ઓનલાઇનપ્રેઝન્સ તૈયાર કરી આપે છે.
આ સર્વિસ તમને જે સેવા આપે છે તે બ્લોગ કે વેબસાઇટ બંને કરતાં જુદી પડે
છે. અહીં તમને તમારું પોતાનું હોમપેજ તૈયાર કરીને તેમાં, ઇન્ટરનેટના
અનેકવિધ ખૂણેખાંચરે પથરાયેલી પડેલી તમારી અને તમને સંબંધિત બધી માહિતીને એક
ઠેકાણે એકઠી કરી આપવાની સગવડ મળે છે.
સૌથી પહેલાં નજરે
ચઢતા ‘ગેટ સ્ટાર્ટેડ’ના બટન પર ક્લિક કરશો એટલે ઇમેઇલ આઇડી આપીને યુઝરનેમ
અને પાસવર્ડ પસંદ કરતાં જ તમારું (http://flavors.me/ તમારું
યુઝરનેમ) પ્રકારનું હોમપેજ તૈયાર થઈ જશે.
આટલું થયું એટલે તમારું બેઝિક હોમપેજ તૈયાર થઈ ગયું. સાઇટ કે હોમપેજ પર આવતા લોકોને તમે શું શું બતાવવા
ઇચ્છો છો, તે તમે આ કન્ટેન્ટવાળા ભાગમાં નક્કી કરી શકો છો. અહીંથી તમે આપણી
જૂની ને જાણીતી સાઇટ્સ જેમ કે ફેસબુક, ટ્વીટર, પિકાસ, ફ્લિકર વગેરે પર તમે
રોજબરોજ જે અપડેટ્સ કે ફોટોગ્રાફ કે વિડિયો મૂકો છો તેની લિંક અહીં સેટ
કરી શકો છો. પરિણામે, તમારા સર્કલમાં રહેલા તમારા મિત્રોએ તમે અલગ અલગ
જગ્યાએ શું અપડેટ્સ કરો છો તે જાણવા માટે અલગ અલગ જગ્યાએ જવું નહીં પડે.
બધું જ તેમને એક જ જગ્યાએ સુલભ થશે. ઉપરાંત પણ
સંખ્યાબંધ તમારા બ્લોગર કે વર્ડપ્રેસમાંના
બ્લોગના લેખ પણ અહીં બતાવી શકો છો.
તમારી ઓનલાઇન પ્રેઝન્સ ઊભી કરવી હોય કે તમે ફોટોગ્રાફી જેવા વ્યવસાયમાં હો
તો તમારી પોતાની જરા અલગ પ્રકારની ઓનલાઇન ઓળખ તૈયાર કરવા માટે આ સર્વિસ
સરસ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો