જો તમે સ્પ્રેડશીટનો ઉપયોગ
કરતા હશો તો તમને ટેમ્પ્લેટનો પણ પરિચય હશે જ. સ્પ્રેડશીટને આપણે બે રીતે
ઉપયોગમાં લઈ શકીએ. આપણી જરૂરિયાત અનુસાર તેમાં આંકડાઓ અને વિગતોનાં ટેબલ
બનાવીએ અને પછી આપણી જરૂરિયાત ને આવડત અનુસાર ફોર્મ્યુલાઓ બનાવીને તેમાંથી
મહત્તમ સાર કાઢવાની કોશિશ કરીએ. આ બધું આપણી આવડત અનુસાર કરવા જઈએ તો
સ્વાભાવિક રીતે આપણે ક્યાંક તો અટકીએ જ. બીજી રીત, બીજાએ બનાવેલાં
ટેમ્પ્લેટનો ઉપયોગ કરવાની છે. ઘણી બાબતોમાં જરૂરિયાતો (જેમ કે પરિવારનો
મહિનાનો આવકજાવકનો હિસાબ) મોટા ભાગે સરખી જ હોય છે, પણ એક્સેલની આવડત જુદી
જુદી હોય, તો એક્સેલના કોઇ જાણકારે બનાવેલાં ટેમ્પલેટને ડાઉનલોડ કરી, તેમાં
આપણી જરૂરિયાત અનુસાર નજીવા ફેરફારો કરીને આપણે ફટાફટ આપણું કામ આગળ વધારી
શકીએ છીએ.
ઇન્ટરનેટ પર આવાં ટેમ્પ્લેટ્સ ઓફર કરતી અનેક સાઇટ્સ છે, જેમાંની એક છે www.vertex42.com.
આ સાઇટ પર જુદાં જુદાં કેલેન્ડર્સ, શેડ્યુલ્સ/પ્લાનર્સ, બિઝનેસ, ફેમિલિ,
ટાઇમશીટ, એચઆર, ઇન્વેન્ટરી, એટેન્ડન્સ, લેટર્સ, રેઝયુમ, બજેટ, લોન
કેલ્યુલેટર્સ, સેવિંગ, રીટાયરમેન્ટ પ્લાનિંગ વગેરેનાં અનેક ટેમ્પ્લેટ્સ
ઉપલબ્ધ છે. મોટા ભાગનાં ટેમ્પ્લેટ ફ્રી છે,
એક્સેલની વિગતવાર સમજ કેળવવી હોય તો આ સાઇટના આર્ટિકલ્સ વિભાગમાં જજો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો