શ્રી કન્યાશાળાની નાની નાની બાળાઓના સુંદર શૈક્ષણિક ઉપવનમાં આપનું સ્વાગત છે.

DO NOT FORGET TO VISIT AGAIN.HAVE A GOOD DAY.

જિંદગીનો આખો પ્રોગ્રામ જ સેટ થઇ ગયો હોય છે.આપણે તો આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે .

શનિવાર, 8 ફેબ્રુઆરી, 2014

શું આપણે સતત ‘બિગ-બૉસ’ની નજર હેઠળ જીવી રહ્યાં છીએ?

શું આપણે સતત ‘બિગ-બૉસ’ની નજર હેઠળ જીવી રહ્યાં છીએ?

Are we living under surveillance? Explore reality
એડવર્ડ સ્નોડેન નામના કોન્ટ્રાક્ટરે અમેરિકા પોતાના નાગરિકોના ઇન્ટરનેટ અને ફોન કોલ્સના વ્યવહારોને આંતરિને તેમના પર આડકતરી રીતે જાપ્તો રાખે છે તેવી પોલ ખોલી હતી અને સમગ્ર વિશ્વમાં અમેરિકા ભારે ટીકાનો ભોગ બન્યું હતું.  તો શું ખરેખર અમેરિકા તમારા પર રાખી રહ્યું છે નજર? સીધી રીતે નજર રાખવું શક્ય છે? કઈ ટેકનોલોજી, કયા સોફ્ટવેર છે એવાં? શું ભારતમાં પણ આવી દેખરેખ રાખવાની કોઈ ટેકનોલોજી ઉપલબ્ધ છે? આવો નજર કરીએ આ ‘બિગ-બૉસ’ની નજર પર…
 

 
તમે ચોકક્સપણે નહીં ઇચ્છતા હોવ કે તમારા પર્સનલ ઇમેલ કોઈ વાંચે, તમારા વોટ્સએપના મેસેજીસ કોઈ જુએ કે પછી તમારા અંગત વિડીયો પર કોઈની નજર જાય. પરંતુ તમને જાણીને નવાઈ થાય કે ન થાય ઇન્ટરનેટ અને ટેલિકોમ્યુનિકેશન પર થતી તમારી આ દરેક હરકત પર ‘બિગ-બૉસ’ના કેમેરાની જેમ સતત કોઈ નજર રાખી રહ્યું છે. પરંતુ કોણ, શા માટે અને કેવી રીતે? બસ, આ જ જાણીશું આપણે આજે…

અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA) જે ભારતની ઇન્ટલીજેન્સ બ્યુરો (IB) કહેવાય તેની સાથે જોડાયેલા એક કોન્ટ્રાક્ટરે પોતાના કોન્ટ્રાક્ટ કરતા વધારે નાગરિકની પ્રાઈવસી અને ફ્રીડમ ઓફ સ્પીચને વધુ મહત્વ આપતા અમેરિકાની જાપ્તા રાખવાની માહિતી લીક કરી હતી. ત્યાર બાદ પોતાની વાતની સાબિતી આપવા માટે વધુ એક ઘટસ્ફોટ કરતાં વર્ષ 2008નું NSAના એક સોફ્ટવેરનું પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ્સ બહાર પાડ્યું હતું જે સોફ્ટવેર દ્વારા અમેરિકા નાગરિકોની સંપૂર્ણ હલચલ પર નજર રાખી રહ્યું છે. હકીકતમાં અમેરિકાની ગુપ્તચર એજન્સી Xkeyscore સોફ્ટવેર દ્વારા વર્લ્ડની શ્રેષ્ઠ 9 ઇન્ટરનેટ કંપનીના સર્વરમાં ‘ડાયરેક્ટ એન્ટ્રી’ મેળવીને માહિતી આંતરવાનું કામ કરે છે. આ નવ કંપનીઓમાં ગૂગલ, એપલ, માઈક્રોસોફ્ટ, ફેસબુક, યાહૂ, AOL, સ્કાયપે, PalTalk, યુટ્યૂબનો સમાવેશ થાય છે.  
Xkeyscore તમારા વ્યવહારો પર ટેકનિકલી કેવી રીતે રાખી શકે છે નજર?
એહવાલમાં હાથ લાગેલા એક પ્રેઝન્ટેશનમાં નજર કરીએ તો Xkeyscore નામનું સોફ્ટવેર Widest-reaching એટલે કે શક્ય એટલી તમામ માહિતીઓને આંતરવાની ક્ષમતા ધરાવે છે. હવે જો તમને એમ થતું હોય કે આ સોફ્ટવેર અમેરિકાની એજન્સી ઉપયોગ કરે છે તો ભારતમાં રહીને અમારી માહિતીને વળી શું થવાનું? તો જરા દિમાગ પર જોર આપો અને જાણો કે ગૂગલનું જી-મેલ, ફેસબુકમાં ચેટ અને માહિતી અપલોડિંગ અને યુટ્યૂબ પરના તમારા વિડીયો આ બિગ કંપનીઓના અમેરિકામાં રહેલા સર્વર્સમાં જ સેવ થઈને રહે છે અને તેનો ડાયરેક્ટ એક્સેસ અમેરિકા પાસે છે. વળી, આ આંતરેલા ડેટાનો ખજાનો સેવ કરવા માટે NSA પાસે લગભગ દુનિયાભરમાં 150 જેટલા સ્થળો પર 700 જેટલા સર્વરમાં સેવ થાય છે જેમાંના કેટલાંક ભારતમાં પણ અડ્ડો જમાવી બેઠાં છે. ખરેખરમાં અમેરિકાના FISA (ફોરેન ઇન્ટેલીજન્સ સર્વાઈલન્સ એક્ટ) કાયદા હેઠળ અમેરિકી નાગરિક પર નજર રાખવા માટે વોરન્ટની જરૂર પડે છે જ્યારે વિદેશી નાગરિક પર જાપ્તો રાખવા માટે કોઈ પણ જરૂર હોતી નથી.


સોફ્ટવેરમાં રિયલ ટાઈમ સર્ચ ક્વેરી દ્વારા વેબસાઈટના ડેટાબેઝમાંથી સંપૂર્ણ માહિતીને મેટા ડેટા (
meta data) સાથે સેવ કરવામાં આવે છે. મેટા ડેટા એટલે એક પ્રકારનું એન્વોલપ (બીડેલું કવર) છે જેમાં ફોન કોલ કે ઇન્ટરનેટ કોમ્યુનિકેશનની માહિતી બીડેલી હોય છે.  જેમાં ફોન કોલની માહિતીમાં કોલનો સમય, ફોન નંબર અને ક્યારે થયાં તેની માહિતી હોય છે. જ્યારે ઇમેલની માહિતીમાં મોકલનાર અને મેળવનારની વિગત પરંતુ વિષય કે કન્ટેન્ટ ન હોય. વિપુલ પ્રમાણમાં રહેલાં ડેટાબેઝને સરળતાથી સર્ચ કરવા માટે મેટ-ડેટા દ્વારા સેવ કરવામાં આવે છે.



Xkeyscoreમાં એક પ્રકારના સેશન્સ (Sessions) બનાવવામાં આવે છે જેમાં ટેલિફોન નંબર્સ, યુઝરનેમ, લોગ-ઇન એક્ટિવિટી, ઈમેલ એડ્રેસ એવાં ભાગમાં બનાવાય છે. એટલે જ્યારે એનાલિસિસ્ટ ક્વેરી સર્ચ કરે ત્યારે આ સેશન્સ મેટા-ડેટા અને સંપૂર્ણ સેવ કરેલી માહિતી સાથે સંપર્કમાં આવીને સમગ્ર માહિતી પૂરી પાડવાનું કામ કરે છે.

Xkeyscoreનો એનાલિસ્ટ કમ્પ્યૂટર પર બેઠાં બેઠાં જ તમારી અત થી ઇતિ મેળવવા સક્ષમ છે. આ સોફ્ટવેર ઇન્ટરનેટ કંપનીઓના સર્વરમાં ઘૂસીને ક્વેરી પ્રોસેસ કરીને Plug-ins દ્વારા જે-તે યુઝરનું નામ, ટેલિફોન નંબર, IP એડ્રેસ, કી-વર્ડ્સ, બ્રાઉઝર ટાઈપ જેવી મુખ્ય માહિતીઓ પીરસવાનું કામ કરે છે. ત્યાર બાદ ફક્ત તમારા ઈ-મેલ આઈડી તમારી ઓળખ બની જાય છે અને જેના દ્વારા જ જોઈએ તે માહિતી મળી શકે છે. જ્યારે IP એડ્રેસ તમારું લોકેશન બતાવી દે છે.



પ્રેઝેન્ટેશન પર વિશ્વાસ કરીએ તો ઇ-મેલ પર નજર રાખવા માટે સોફ્ટવેરમાં વેબસાઈટના પેજમાંથી ઇ-મેલ બોડી (સંપૂર્ણ) મેસેજ, To, From, CC, BCC અને Contact Us જેવી માહિતીઓ આંતરિને સેવ કરી રાખે છે જેને બાદમાં સર્ચ કરી શકાય છે. સર્ચ કરવા માટે એનાલિસ્ટે ફક્ત યુઝરનું ઇમેલ આઈડી અને જસ્ટિફિકેશન (એક પ્રકારનું કારણ) અને ટાઈમ પિરિયડ આપવાનો રહે છે.  ત્યાર બાદ મળેલા રિઝલ્ટમાંથી જે-તે ઇમેલ કમ્યુનિકેશન NSA
Reading Softwareમાં ઓપન કરીને જોઈ શકે છે.

આ સોફ્ટવેરની તાકાત આટલે ખતમ નથી થતી. ઇમેલ ઉપરાંત તે તમારી ચેટ, વિડીયો કોલિંગ, સર્ચ કરેલી વેબસાઈટ (લિંક સાથે), સોશ્યલ મિડિયા એક્ટિવિટી અને તમામ ઓનલાઈન પ્રવૃતિનો રેકોર્ડ રાખી શકે છે અને તે પણ લાઈવ રિયલ ટાઈમમાં. Xkeyscoreમાં DNI પ્રેઝન્ટર નામના ફિચરમાં ફેસબુકનું યુઝર આઈડી આપતાની સાથે જ તેનો ફેસબુક પરની એક્ટિવિટીઝનો સમગ્ર ચિતાર મળી જાય છે.

Xkeyscoreની તાકાત


NSAએ દાવો કર્યો હતો કે Xkeyscoreની બુદ્ધિક્ષમતા દ્વારા લગભગ 300 જેટલાં આતંકવાદીઓને પકડવામાં મદદ મળી હતી. જ્યારે 2007માં 850 અબજ જેટલી કૉલ ઇવેન્ટ્સ અને 150 અબજ ઇન્ટરનેટ રેકોર્ડ્સનો જથ્થો પ્રોગ્રામ દ્વારા એજન્સીના કબજામાં આવ્યો હતો. જેમાં રોજના સરેરાશ 1 થી 2 અબજ જેટલાં રેકોર્ડ્સ ઉમેરાતા હતાં. આ પ્રોગ્રામમાં વિપુલ પ્રમાણમાં ડેટાનો ભરાવો થતો હોવાથી વધુમાં વધુ 30 દિવસ સુધી સંપૂર્ણ વિગતવાર ડેટા સાચવી શકાય છે ત્યાર બાદ તેને ડિલીટ કરવો પડે છે. પરંતુ મેટા-ડેટા સેવ રાખવામાં આવે છે જેથી ગમે ત્યારે કોઈ પણ ઘટનાની કડીને સાંકળવામાં મદદરૂપ બને.
 
અમેરિકા આ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે તે વાતની યથાર્થતા એ વાત પરથી સાબિત થાય છે કે NSAની જોબ ભરતી સમયે Xkeyscoreના નોલેજ અને અનુભવને પ્રબળ પરિબળ ગણવામાં આવે છે. જો કે અમેરિકી સરકાર અને NSA આ સોફ્ટવેરનો ઉપયોગ જાપ્તા રાખવા કરતાં વધારે આતંકવાદીઓ અને ગુનાઈત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધારે છે તેમ જણાવે છે. પણ હા, ડેટાનો દુર્પયોગ નહીં થાય તેની પણ કોઈ ગેરંટી નથી હોતી.

શું ભારતમાં પણ છે આવો કોઈ છે બિગ-બૉસ?


અમેરિકા અને ભારતની જ્યારે પણ સરખામણી કરવામાં આવે ત્યારે આપણે ભારતને નીચું પાડતાં હોઈએ છીએ. એમાં પણ જ્યારે ટેકનોલોજીની વાત આવે ત્યારે તો દૂર-દૂર સુધી કોઈ મેળ ખાય નહીં તેમ માનતા હોઈએ છીએ. પરંતુ જેમ અમેરિકા નાગરિકોની ઓનલાઈન એક્ટિવિટી પર નજર રાખવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેમ ભારતે પણ થોડાં મહિના અગાઉ જ ‘સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ’ (CMS) અમલમાં લાવવાનું નક્કી કર્યું હતું. અત્યાર સુધી ભારતમાં ફોન અને ઇન્ટરનેટ પરથી ડેટા આંતરવા માટે લૉફૂલ ઇન્ટરસેપ્ટ એન્ડ મોનિટરિંગ (LIM) સિસ્ટમ કાર્યરત હતી જે 7 થી 8 મોબાઈલ ઓપરેટર્સના 22 સર્કલ, ફિક્સ્ડ લાઈન્સ, જુદા-જુદા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISP) અને ઇન્ટરનેશનલ ગેટ-વેમાં સેટ-અપ કરવામાં આવેલી છે. પરંતુ કહેવાય છે કે રૂ.400 કરોડના બજેટની આ CMS સિસ્ટમ LIM કરતા ઘણી હદે એડવાન્સ્ડ અને વધુ માહિતી આપતી સિસ્ટમ છે જે દિલ્હીમાં કોઈક જગ્યાએ C-Dot દ્વારા સેટ-અપ કરવામાં આવી રહી છે.


આ સિસ્ટમ પાસે દેખરેખ રાખીને 900 મિલિયન જેટલાં IRI (ઇન્ટરસેપ્ટ રિલેટિંગ ઇન્ફોર્મેશન) મોબાઈલ (GSM અને CDMA) અને ફિક્સ્ડ લાઈન્સ (PSTN)ના રેકોર્ડ્સ તેમ જ 160 મિલિયન ઇન્ટરનેટ યુઝર્સની માહિતી રિયલ ટાઈમમાં મેળવી શકવાની ક્ષમતા ધરાવે છે.


CMS સિસ્ટમ વિડિયો કોન્ફરન્સિંગ, મલ્ટિ-મિડિયા વિડીયો, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ફાઈલ ટ્રાન્સફર, વિડીયો ગેમ્સ, વોઈસ એન્ડ ફેક્સ ઓવર આઈપી જેવી માહિતીઓ આંતરી શકશે. જ્યારે ફોન કોલ્સમાં કોલ ડ્યુરેશનની મિલીસેકન્ડ્સ, આઈડિન્ટિફિકેશન અને કોલ હિસ્ટરી અને ફોનની તમામ ઝીણવટપૂર્વક 
માહિતીઓ આપવાની તાકાત ધરાવે છે.

જો કે ભારતમાં આ સિસ્ટમનો કેટલાંક નિષ્ણાતો અને ફ્રીડમ ઓફ સ્પીચના હિમાયતી લોકોએ વિરોધ પણ દર્શાવ્યો છે. તેઓનું માનવું છે કે ભારતમાં પ્રાઈવસી માટેના કાયદા નબળા છે ત્યારે આ પ્રકારની જાપ્તા રાખવાની સિસ્ટમ નાગરિક માટે સુખદાયી કરતાં દુ:ખદાયી વધુ બની જશે. કારણકે અમેરિકામાં ગૂગલ અને યાહૂ જેવી કંપનીઓએ પોતાના યુઝર્સના અંગત ડેટા આપવા માટે ઘણી વખત સરકારને કોર્ટમાં પડકારી છે. જ્યારે ભારતની કોઈ પણ કંપનીએ આ પ્રકારની હિંમત દેખાડતી જોવા મળી નથી ત્યારે આપણો ડેટા કેટલો સલામત રહે છે તેની ચિંતા દરેક વ્યક્તિને થવી જ રહી.

દરેક વ્યક્તિ પરોક્ષ રીતે જાપ્તા હેઠળ જીવી રહ્યો છે


તમે માનો યા ન માનો પણ હાલમાં તમે તમારી જાતે તમારી ઇચ્છાથી જ પરોક્ષ રીતે ઇન્ટરનેટ કંપની, સરકાર, પોલીસ કે ગુપ્તચર એજન્સીની દેખરેખ હેઠળ જીવી રહ્યાં છો. આશ્ચર્ય થયાં વિના જરા વિચારશો તો તમને માલૂમ પડશે કે તમારો ફોન, તમારા ઇન્ટરનેટ પરના એકાઉન્ટ્સ, સોશ્યલ મિડીયા, ગેજેટ્સ તમારી હલચલ આપી જ રહ્યાં છે. જુઓ કેવી રીતે…


ટેલિકોમ : 

  • કહેવાય છે કે ભારતમાં મોટાભાગનાં મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સ ઍન્ક્રિપ્શનનો ઉપયોગ નથી કરતાં જેનો સીધો મતલબ એ થાય છે કે કોઈ પણ તમારો કોલ આંતરિ શકે છે અને સીધેસીધો ટ્રાન્સમીટ કરી શકે છે.
  • મોબાઈલ બનાવનાર અને સર્વિસ પ્રોવાઈડર્સે ભારત સરકારને ‘લૉ-ફૂલ એક્સેસ’ અંતર્ગત ડેટાનો એક્સેસ આપવો પડે છે. ભારત સરકારને શરૂઆતમાં આ જ બાબતે બ્લેકબેરીએ ડેટા આપવાનો ઇનકાર કર્યો હતો.
  • ટેલિકોમ કંપનીઓને લાયસન્સ એ જ શરતે અપાય છે કે સરકાર ગમે ત્યારે કોઈનો પણ ડેટા વૉરન્ટ વિના ડાયરેક્ટ મેળવી શકે છે.
  • હાલના તેમ જ ભૂતકાળના પણ રેકોર્ડ તેઓ મેળવી શકે છે.


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો