શ્રી કન્યાશાળાની નાની નાની બાળાઓના સુંદર શૈક્ષણિક ઉપવનમાં આપનું સ્વાગત છે.

DO NOT FORGET TO VISIT AGAIN.HAVE A GOOD DAY.

જિંદગીનો આખો પ્રોગ્રામ જ સેટ થઇ ગયો હોય છે.આપણે તો આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે .

મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2013

windows નો કોઈપણ પ્રોગ્રામ linux માં ચલાવો આસાનીથી

મિત્રો આપણી શાળાઓમાં આપણને જે કમ્પ્યુટર આપવામાં આવેલ છે તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ લીનક્ષ છે જેના કારણે windows ના પ્રોગ્રામ ખાસ  કરીને MS office તથા અન્ય બધાજ પ્રોગ્રામસ ઇન્સ્ટોલ કરવામાં શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે.
                   પણ હવે આપને મુશ્કેલીઓ નડશે નહિ.કારણકે આપ હવે લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ વાળા કોઈપણ કોમ્પ્યુટરમાં વિન્ડોવ્સના કોઈપણ પ્રોગ્રામને ચલાવી શકશો.કેવી રીતે? તો જાણો.
                            windows નો કોઈપણ પ્રોગ્રામ લિનક્ષ માં રન  કરવા માટે આપણને આપેલા કમ્પ્યુટરની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ આપેલો છે જેનું નામ છે wine.તેની મદદથી આપણે આ બધા પ્રોગ્રામને ચલાવી શકીએ છીએ. ઉદાહરણ થી સમજીએ.
      ધારોકે આપણે MS-OFFICE ને  LINUX  વાળા કમ્પ્યુટર માં install કરવું છે તો આ પ્રમાને કરવું.
સૌ પ્રથમ  DOWNLOAD કરો અથવા PENDRIVE ની મદદથી કોમ્પ્યુટર માં MS-office વાળા ફોલ્ડર ને ઓપેન કરો તથા તમામ file ને સેલેક્ટ ઓલ કરીને COPY કરો પછી  DESKTOP પર અન્ય એક કોઈપણ નામનું ફોલ્ડર બનાવીને તેમાં PASTE કરો.હવે DESKTOP પરના ફોલ્ડર ને ઓપેન કરતા સેટપ માટેની .EXE ફાઈલ દેખાશે.તેના પર રાઈટ  ક્લિક કરીને PROPERTIES પર ક્લિક કરશો તો  તમને એક વિન્ડો દેખાશે જેમાં PERMISSION પર ક્લિક કરો.તમને એક બીજી વિન્ડો ખુલેલી દેખાશે તેમાં  EXECUTABLE ની સામેના ખાનામાં ખરાનું  નિશાન કરીને વિન્ડો બંદ કરીદો.ત્યારબાદ સેટપ માટેની તેજ .EXE વાળી ફાઈલને રાઈટ ક્લિક કરીને OPEN WITH WINE પર ક્લિક કરો અને તમારા પ્રોગ્રામને install થવા દો .install થઇ જાય પછી તે પ્રોગ્રામને ખોલવા માટે નીચેના પગલા અનુસરો.
        સૌપ્રથમ ડેસ્કટોપ પર જઈને લેફ્ટ કોર્નેર પર જઈને ક્લિક કરતા તમને લાસ્ટ ROW માં wine લખેલું દેખાશે તેના પર ક્લિક કરતા તમને PROGRAMS દેખાશે તેના પર ક્લિક કરો તમને તમારો windows નો પ્રોગ્રામ દેખાશે તેના પર ક્લિક કરો અને તમારું કામ શરુ કરો.

શનિવાર, 16 ફેબ્રુઆરી, 2013

આચાર્ય મિત્રો માટે ની link

સુરેન્દ્રનગર જીલ્લાની તમામ પ્રાથમિક શાળાના આચાર્ય  મિત્રો માટે એક સરસ સમાચાર છે.આપ આપના એસ.એમ,સી ના ખાતા માં કેટલી રકમ કયા હેડ હેઠળજમા થઇ  છે અને તેને કેવી રીતે વપરાવી તેની એક સરસ લીંક અહી મુકવામાં આવી છે .એક વાર મુલાકાત લો અને  જુઓ પછી કમાલ .


અહિયાં ક્લિક કરો

રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

હજારો લિંક્સ, એક સાથે !

ઇન્ટરનેટના  હજારો પેજેસ એક જ  સાઇટ પરથી મેળવવા છે?  રેફડેસ્ક ખુબજ કામની  ચીજછે.

https://www.refdesk.com
  હજારો શબ્દ  ઓછો પડે એટલા નેટરિસોર્સની લિંક આપતી આ સાઇટ વિશે વધુ કંઈ લખવાની જરૂર જ નથી, તમારી એકજમુલાકાતતમનેઆશ્ચર્યચકિતકરી દેશે. 
  • અહીંથી તમે ગૂગલ, બિંગ, યાહૂ, યુટ્યુબ, વિકિપિડિયા, ડિક્શનરી, બિઝનેસ, પીપલ વગેરે સર્ચ કરીશકો છો.
  • આજની ફૅક્ટ, સાઇટ, વિચાર, શબ્દ, ઇતિહાસ, લેખ, જાણીતી વ્યક્તિ વગેરે પર નજર ફેરવી શકો છો.
  • અસંખ્ય સ્ત્રોતમાંથી રોજેરોજની હેડલાઇન્સ વાંચો.
  • વાંચીને હૈયું બળે એવા નહીં, પણ ખાસ તારવેલા પોઝિટિવ ન્યૂઝ પણ મળશે.
  • ન્યૂઝ ફોટો, ન્યૂઝ વિડિયો જુઓ.
  • ‘ફર્સ્ટ થીંગ ફર્સ્ટ’ સેક્શનમાં જઈને રોજરોજનાં કોમિક્સ, ન્યૂઝપેપર, ફાઇનાન્શિયલ ન્યૂઝ, મેગેઝિન્સ, વિદેશી અખબારોની સંખ્યાબંધ કોલમ, એડિટ પેજ, સ્પોટર્સ વગેરે વગેરેની લિંક્સ ફંફોસી શકો છો.


ફક્ત પાંચ મિનિટમાં પોતાનું આગવું હોમપેજ બનાવો!!!!

  બ્લોગ અને વેબસાઇટ બંનેમાં હોમપેજ તો હોય જ, પણ આપણે જેની વાત કરીએ છીએ એ જરા અલગ પ્રકારનું હોમપેજ છે.
(http://flavors.me) ફ્લેવર્સ.મી નામે ઇન્ટરનેટ પર એક એવી સર્વિસ ઉપલબ્ધ છે, જે તમને મફતમાં (થોડી મર્યાદાઓ સાથે) ચપટી વગાડતાં તમારી ઓનલાઇનપ્રેઝન્સ તૈયાર કરી આપે છે. આ સર્વિસ તમને જે સેવા આપે છે તે બ્લોગ કે વેબસાઇટ બંને કરતાં જુદી પડે છે. અહીં તમને તમારું પોતાનું હોમપેજ તૈયાર કરીને તેમાં, ઇન્ટરનેટના અનેકવિધ ખૂણેખાંચરે પથરાયેલી પડેલી તમારી અને તમને સંબંધિત બધી માહિતીને એક ઠેકાણે એકઠી કરી આપવાની સગવડ મળે છે.

  સૌથી પહેલાં નજરે ચઢતા ‘ગેટ સ્ટાર્ટેડ’ના બટન પર ક્લિક કરશો એટલે ઇમેઇલ આઇડી આપીને યુઝરનેમ અને પાસવર્ડ પસંદ કરતાં જ તમારું (http://flavors.me/ તમારું યુઝરનેમ) પ્રકારનું હોમપેજ તૈયાર થઈ જશે.
આટલું થયું એટલે તમારું બેઝિક હોમપેજ તૈયાર થઈ ગયું.  સાઇટ કે હોમપેજ પર આવતા લોકોને તમે શું શું બતાવવા ઇચ્છો છો, તે તમે આ કન્ટેન્ટવાળા ભાગમાં નક્કી કરી શકો છો. અહીંથી તમે આપણી જૂની ને જાણીતી સાઇટ્સ જેમ કે ફેસબુક, ટ્વીટર, પિકાસ, ફ્લિકર વગેરે પર તમે રોજબરોજ જે અપડેટ્સ કે ફોટોગ્રાફ કે વિડિયો મૂકો છો તેની લિંક અહીં સેટ કરી શકો છો. પરિણામે, તમારા સર્કલમાં રહેલા તમારા મિત્રોએ તમે અલગ અલગ જગ્યાએ શું અપડેટ્સ કરો છો તે જાણવા માટે અલગ અલગ જગ્યાએ જવું નહીં પડે. બધું જ તેમને એક જ જગ્યાએ સુલભ થશે.  ઉપરાંત પણ સંખ્યાબંધ  તમારા બ્લોગર કે વર્ડપ્રેસમાંના બ્લોગના લેખ પણ અહીં બતાવી શકો છો.
તમારી ઓનલાઇન પ્રેઝન્સ ઊભી કરવી હોય કે તમે ફોટોગ્રાફી જેવા વ્યવસાયમાં હો તો તમારી પોતાની જરા અલગ પ્રકારની ઓનલાઇન ઓળખ તૈયાર કરવા માટે આ સર્વિસ સરસ છે.

એક્સેલમાં નિપુણતા મેળવવી છે ? તો નજર દોડાવો


 

જો તમે સ્પ્રેડશીટનો ઉપયોગ કરતા હશો તો તમને ટેમ્પ્લેટનો પણ પરિચય હશે જ. સ્પ્રેડશીટને આપણે બે રીતે ઉપયોગમાં લઈ શકીએ. આપણી જરૂરિયાત અનુસાર તેમાં આંકડાઓ અને વિગતોનાં ટેબલ બનાવીએ અને પછી આપણી જરૂરિયાત ને આવડત અનુસાર ફોર્મ્યુલાઓ બનાવીને તેમાંથી મહત્તમ સાર કાઢવાની કોશિશ કરીએ. આ બધું આપણી આવડત અનુસાર કરવા જઈએ તો સ્વાભાવિક રીતે આપણે ક્યાંક તો અટકીએ જ. બીજી રીત, બીજાએ બનાવેલાં ટેમ્પ્લેટનો ઉપયોગ કરવાની છે. ઘણી બાબતોમાં જરૂરિયાતો (જેમ કે પરિવારનો મહિનાનો આવકજાવકનો હિસાબ) મોટા ભાગે સરખી જ હોય છે, પણ એક્સેલની આવડત જુદી જુદી હોય, તો એક્સેલના કોઇ જાણકારે બનાવેલાં ટેમ્પલેટને ડાઉનલોડ કરી, તેમાં આપણી જરૂરિયાત અનુસાર નજીવા ફેરફારો કરીને આપણે ફટાફટ આપણું કામ આગળ વધારી શકીએ છીએ.
ઇન્ટરનેટ પર આવાં ટેમ્પ્લેટ્સ ઓફર કરતી અનેક સાઇટ્સ છે, જેમાંની એક છે www.vertex42.com.
આ સાઇટ પર જુદાં જુદાં કેલેન્ડર્સ, શેડ્યુલ્સ/પ્લાનર્સ, બિઝનેસ, ફેમિલિ, ટાઇમશીટ, એચઆર, ઇન્વેન્ટરી, એટેન્ડન્સ, લેટર્સ, રેઝયુમ, બજેટ, લોન કેલ્યુલેટર્સ, સેવિંગ, રીટાયરમેન્ટ પ્લાનિંગ વગેરેનાં અનેક ટેમ્પ્લેટ્સ ઉપલબ્ધ છે.  મોટા ભાગનાં ટેમ્પ્લેટ ફ્રી છે,
એક્સેલની વિગતવાર સમજ કેળવવી હોય તો આ સાઇટના આર્ટિકલ્સ વિભાગમાં જજો

યુ ટ્યુબના વિડીઓની મોજ માણો કોઈપણ જાતના બફરીંગ વગર



            યુટ્યૂબ પર આખી દુનિયાના પાર વગરના વીડિયોઝ મળી રહે છે, તમે શોધી શોધીને અને જોઈ જોઈને થાકો તોય ક્યારેય ખૂટે નહીં, પણ  વીડિયો ઓપન કરીને તરત જોવાનું લગભગ શક્ય ન બને. વીડિયો થોડું ચાલે, અટકે, બફરિંગ થાય, વળી થોડું જોવા મળે, વળી અટકે, વળી બફરિંગ થાય... પરિણામે કાં તો આપણે વીડિયો જોવાનું માંડી વાળીએ













સારી રીતે વિડીઓ જોવા માટે આ સુવિધાનો લાભ લેવા જેવો છે.
એ માટે ફક્ત આટલું જ કરવાનું છે - http://www.youtube.com/feather_beta પર જાઓ અને Join the "Feather" Beta લિંક પર ક્લિક કરી દો. યુટ્યૂબ ચોખવટ કરે છે કે આ સુવિધા હજી બીટા ફેઝમાં છે અને બધા જ વીડિયો માટે એ ચાલુ ન પણ હોય. તમે ફીધર મોડમાં વીડિયો જોતા હશો ત્યારે જમણી તરફ એક બોક્સ જોવા મળશે, જેમાં આપેલા વિકલ્પની મદદથી, તમે ફરી રેગ્યુલર વીડિયો મોડમાં જઈ શકો છો.

શનિવાર, 2 ફેબ્રુઆરી, 2013

ગૂગલના ઉપયોગથી ગુજરાતીમાં ઝડપી લખાણ લાખો

હવે આપને જો સારી રીતે અને ઝડપથી ગુજરાતી લખવું હોય તો અહિયાં તેનો ખુબજ સરળ ઉપાય છે.અજમાવી જુઓ .અને COMMENT કરવાનું ભૂલતા નહિ .
સૌ પ્રથમ googlegujaratiinputsetup ને ડાઉનલોડ  કરી લો .ત્યારબાદ તેને internet પરથી install કરી લો.
હવે કોમ્પુટરમાં control panel માં જઈને તેમાંથી regional and languages ઓપ્સનમાં જઈને keyboards and languges માં જાઓ.ત્યારબાદ  change keyboard ને ક્લિક કરો.ત્યારબાદ add બટન પર ક્લિક કરીને gujarati ભાષા સીલેક્ટ કરીને keyboard પર ક્લિક કરીને ગૂગલ ગૂજરાતી ઈનપુટ સીલેક્ટ કરો.ok આપો અને apply કરીને બહાર નીકળી જાઓ હવે word કે અન્ય કોઈ પણ પ્રોગ્રામ જઈને લખવાનું શરૂ કરતા પહેલા એકવાર alt +shift દબાવી ને લખવાનું શરુ કરી દો .બેસ્ટ ઓફ લક .
                                                                                                                          આભાર
googlegujaratiinputsetup ને ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો.
google gujarati input setup

૨૬ મી જાન્યુઆરી ઉજવણી

પી.આર.આઈ. training


ગુરુવાર, 24 જાન્યુઆરી, 2013


મારી શાળાની બાળકી લખવામાં વ્યસ્ત છે .

 પોર્ટુગલની ટીમ મારી શાળાની મુલાકાતે આવેલ તેનો ફોટો  ઉપર  આપ જોઈ શકો છો .બીજા  ફોટોસ  હું અવાર નવાર અપલોડ કરતો રહીશ .આભાર મિત્રો .

તમારા પ્રશ્નોનું નિરાકરણ – ભગવાન તરફથી


ભાઈશ્રી/બહેનશ્રી,
    હું ભગવાન –
    આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
  
    [1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
  
    [2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
  
    [3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
  
    [4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
  
    [5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
  
    [6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
  
    [7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
  
    [8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
  
    [9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
    અને છેલ્લે….
    હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
  
    એ જ લિ,
    ભગવાનની આશિષ.
સાભાર  http://gujaratikavita.wordpress.com

મંગળવાર, 22 જાન્યુઆરી, 2013

 મારી શાળાની બાળાઓ કિશોરી મેળામાં 
બધાજ  મિત્રો ને નવા વર્ષની શુભેચ્છા .