શ્રી કન્યાશાળાની નાની નાની બાળાઓના સુંદર શૈક્ષણિક ઉપવનમાં આપનું સ્વાગત છે.

DO NOT FORGET TO VISIT AGAIN.HAVE A GOOD DAY.

જિંદગીનો આખો પ્રોગ્રામ જ સેટ થઇ ગયો હોય છે.આપણે તો આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે .

શનિવાર, 8 ફેબ્રુઆરી, 2014

10 apps જે તમારા android device માં હોવીજ જોઈએ !!!!!

આ 10 એપ્લિકેશન્સ તમારા એન્ડ્રોઈડ ડિવાઈસમાં હોવી જ જોઈએ

1.    Any.Do

માર્કેટમાં ઘણી ટાસ્ક મેનેજર અને ટુ-ડુ લિસ્ટ માટેની એપ્લિકેશન્સ છે પરંતુ સૌથી ટોપ પર Any.Do છે. જે તમારા દિમાગ પ્રમાણે કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને ડ્રેગ એન્ડ ડ્રોપની ફેસિલિટી તમારી સરળતામાં ઉમેરો કરે છે. જુદા જુદા ફોલ્ડર અને દિવસો મુજબ લિસ્ટ સેવ કરવાની તેમ જ તમારા મિત્રો અને સહકર્મચારીઓ સાથે શેરિંગમાં ટુ-ડુ લિસ્ટ મેનેજ કરવાનું ફિચર કંઈક હટકે અને બેસ્ટ છે.
2.    Dolphin Browser
આમ તો એન્ડ્રોઈડ ડિવાઈસના ઇનબિલ્ટ બ્રાઉઝરનો કોઈ વાંક નથી પરંતુ ડોલ્ફિન બ્રાઉઝર તમને શ્રેષ્ઠતાનો સ્વાદ ચોક્કસપણે ચખાડશે. કસ્ટમ જેસ્ચર, ગૂગલ બુકમાર્ક સાથે સિન્ક્રોનાઈઝેશન તેમ જ કેટલાંક પ્લગ-ઇન્સ સપોર્ટ કરતું આ બ્રાઉઝર તમને ઉપયોગી નીવડવાની શંકાને દૂર કરી દેશે.
3.    Pocket
 
આ એપ્લિકેશન મોબાઈલ બ્રાઉઝરમાં તમને read-later (પછીથી વાંચવા) માટેનો ઓપ્શન આપે છે. જો કે આ માટે ઘણી એપ્સ માર્કેટમાં મળી રહે છે પરંતુ પોકેટ જેવો કમાલ બીજી એપ્સમાં જોવા નહીં મળે. ટાઈટલ અને લિંક એમ બંને દ્વારા સર્ચ કરવાની ફેસિલિટી તમને સરળતાનો અનુભવ કરાવશે.
4.    SnapPea
 
SnapPea એટલે તમારા એન્ડ્રોઈડ ડિવાઈસ માટે iTunes. સ્માર્ટલી તમારી ફાઈલ્સ, મ્યુઝિક અને ફોટોને મેનેજ કરવાનો બેસ્ટ અને સરળ રસ્તો આના જેવો કોઈ નહીં હોય. આ ઉપરાંત ઘણી વાર આપણે જોયું છે કોન્ટેક્ટ્સમાં એક જ વ્યક્તિ માટેના અલગ અલગ નંબર સેવ કરેલા હોય છે જેને તમે આ એપ્લિકેશનમાં એક જ ક્લિક દ્વારા મર્જ કરી શકો છો. સૌથી શ્રેષ્ઠ ઉપયોગની વાત કરીએ તો આ એપ દ્વારા બિગ ફાઈલ ડાઉનલોડ કરવી હોય ત્યારે ડેસ્કટોપના ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો અને ત્યાર બાદ ફોનમાં ઇન્સ્ટોલ કરી શકો છો જે તમારા ફોનનો ડેટા ચાર્જીસ અને સમય બચાવશે.

5.    Mint
 
તમારા બેન્ક કે અન્ય એકાઉન્ટ્સ એપ્લિકેશન સાથે કનેક્ટ કરતાં જ આ એપ તેનું સ્માર્ટ કામ કરે છે. માસિક સેલેરી કે આવકમાંથી કેટલો ખર્ચ ક્યાં થાય છે તેનું ધ્યાન રાખે છે અને તમને બજેટ મેઇન્ટેઈન કરવામાં મદદરૂપ થાય છે. આ એપ્લિકેશન પાસવર્ડ પ્રોટેક્ટેડ પણ છે જે તમારા ડેટાને સિક્યોર રાખે છે. Mint.com સાઈટ પર જઈને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
6.    Snapseed
 
જો તમે ફોટો ક્રેઝી પર્સન છો અને ફોટો એડિટિંગ તમારો શોખ છે તો આ એપ્લિકેશન તમારા બેસ્ટ અને આને કોઈ બીટ કરી શકે તેમ નથી. Snapseed તમને ફોટો એડિટ કરવા માટેના એટલા ઓપ્શન્સ આપે છે કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આ ઉપરાંત તેની સરળતા તમને આ એપ્લિકેશનની દિવાની બનાવી દેશે. (જો કે આ એપ્લિકેશન અમુક એન્ડ્રોઈડ ડિવાઈસમાં કમ્પિટિબલ નથી ત્યારે તમે Picsart નામની એપ્લિકેશનને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે રાખી શકો છો)
7.    Newsrob
સવારે ભીડભાડવાળી ટ્રેનમાં જતો આજનો મોબિઝન (મોબાઈલ-સિટીઝન) ન્યૂઝપેપરને બદલે ન્યૂઝ વાંચવા માટે મોબાઈલનો ઉપયોગ કરતો થયો છે. તો આવામાં Newsrob એપ્લિકેશન તમારા માટે આશીર્વાદરૂપ બનશે. આ એપ્લિકેશન એક RSS રીડર છે જે તમને જુદી જુદી ન્યૂઝ વેબસાઈટની RSS Feeds દ્વારા એક જ જગ્યાએ રોજ 30 મિનિટમાં લગભગ દોઢસોથી વધુ ન્યૂઝ હેડલાઈન્સ પર નજર મારી શકો છો. વળી, તમને ન્યૂઝ શૅર કરવા માટે ફેસબુક, ટ્વિટર અને ઇમેલનો ઓપ્શન પણ મળે છે.

8.    Avast! Free Mobile Security
 
જો તમે એક ગુડ એન્ડ્રોઈડ યુઝર છો તો ગૂગલ પ્લે સ્ટોરની બહારનું કંઈ પણ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ નહીં કરતાં હોવ. પરંતુ તેમ છતાં પણ એપ્લિકેશન્સ અને ગેમ્સ મેળવવાની તમારી લાલચ અને ઇચ્છાઓ બેકાબૂ બનીને અન્ય રીતે પણ મેળવતા હોવ તો તમારે Avast! Mobile Security ઇન્સ્ટોલ કરવું જ રહ્યું. કારણકે આ એપ્લિકેશન તમારા ડિવાઈસને વાયરસ તેમ જ માલવેરથી ક્લિન રાખવાનું જટિલ કાર્ય કરે છે. આ ઉપરાંત તમને સિક્યોરિટી ફિચર્સ પણ આપે છે જેના દ્વારા તમે એક સ્પેશ્યલ મેસેજથી તમારા ફોનનું લોકેશન જાણી શકો છો, લોક કરી શકો છે તેમ જ ડેટા ડિલીટ પણ કરી શકો છો.
9.    Dictionary.com
તમારા એન્ડ્રોઈડ ડિવાઈસમાં ઓટો સ્પેલ ચેકર તો હોય છે પરંતુ ડિક્શનરી જોવા મળતી નથી ત્યારે સ્પેશ્યલ એપ્લિકેશનનો સહારો લેવો પડતો હોય છે. તો જ્યારે ડિક્શનરી માટે તમારા ડિવાઈસમાં એપ્લિકેશન જ રાખવી હોય તો વિશ્વભરમાં ઓનલાઈન તેમ જ મોબાઈલ એપ્સમાં પણ લોકપ્રિય તેમ જ ઉપયોગી એવી Dictionary.com એપ્લિકેશન તમારા માટે યોગ્ય રહેશે. 

10.    AVG Cleaner
તમે કેટલીય વખત અનુભવ કર્યો હશે કે તમારું એન્ડ્રોઈડ ડિવાઈસ સ્લો થઈ જતું હોય છે. જેનું કારણ હોય છે કે એપ્લિકેશન ઉપયોગ કર્યા બાદ તેની મેમરીમાંથી ક્લિયર થઈ નથી હોતી. આ ઉપરાંત સંપૂર્ણપણે એપ્લિકેશન અન-ઇન્સ્ટોલ પણ ન થઈને ડિવાઈસની કૅશ મેમરીમાં પડી રહે છે. આ એપ્લિકેશન આ મેમરીમાંથી વણજોઈતું ડિલીટ કરીને તમારા ડિવાઈસ પર્ફોર્મન્સને વધારે છે.

Whatsappમાં offline કેવી રીતે થશો? અથવા Last Seen Time છુપાવવો હોય તો?

How to hide 'Last Seen Time' OR be offline in Whatsapp?

Whatsappમાં offline કેવી રીતે થશો? અથવા Last Seen Time છુપાવવો હોય તો?

આજનો યુઝર જેમ કમ્પ્યૂટરમાં પર ઇન્ટરનેટ દ્વારા ફેસબુકની લત લગાડીને બેઠો છે તેવી જ રીતે મોબાઈલ યુઝરને વોટ્સએપનો નશો ચઢ્યો છે. સ્માર્ટ ટીનેજર્સથી યંગસ્ટર્સ અને ત્યાર બાદ આજે દરેક ઉંમરના ગ્રુપમાં આ ચેટિંગ એપ્લિકેશન કોમ્યુનિકેશનમાં રહેવાનો મોડર્ન રસ્તો બની ગયો છે.  ટ્રેડિશનલ મેસેજીંગને આરામ આપી દેતી આ એપ્લિકેશન ઇન્ટરનેટ દ્વારા ચાલતી હોવાથી માસિક ખર્ચ બચાવવામાં મદદરૂપ થાય છે તેમ જ મિડીયા ફાઈલ્સ (ફોટો, વિડિયો અને ઓડિયો) શેરિંગ કરવાની ફેસિલિટી યુઝર્સને વધુ ચસ્કો લગાડે છે.


વૅલ, બહુ વખાણ થયાં વોટ્સએપના અને વાત કરીએ હવે મુદ્દાની. તમે ક્યારેય વિચાર્યું છે કે તમારે વોટ્સએપમાં ટેમ્પરરી ઓફલાઈન થવું હોય અથવા તો થોડો સમય તમને કોઈ મેસેજીસ ન મળે તેવી પળો માણવી હોય તો? સીધી રીતે આ એપ્લિકેશનમાં આ પ્રકારનો કોઈ ઓપ્શન નથી. તેથી જો ખરેખર તમારે આવી સ્થિતિની ક્યારેય પણ જરૂર પડે તો ઉંગલી ટેડી કરવી પડે તેમ એક ટ્રિક તમારી હેલ્પ કરી શકે છે.
વોટ્સએપ યુઝ કરતાં હશો તો તમે જોયું હશે કે તમે તમારા ફ્રેન્ડઝ સાથે ચેટ કરતાં હોવ ત્યારે અથવા તો તેમનું ઓનલાઈન સ્ટેટસ જાણી શકતાં હોવ છો. એપ્લિકેશનમાં ચેટિંગ બોક્સ દરમ્યાન તેના નામ નીચે ફ્રેન્ડ ઓનલાઈન છે અથવા તો છેલ્લે મેસેજ (Last seen) ક્યારે જોયો હોય તેની જાણ થતી હોય છે. જેના દ્વારા તમારા ફ્રેન્ડઝ સ્ટેટસ જાણીને મેસેજીસ મોકલતાં રહેતાં હોય છે. વળી, જો ફ્રેન્ડ ન મોકલે તો કોઈ ગ્રુપમાં તમે હોવ તો પણ વણજોઈતા મેસેજીસ મળતાં રહેતાં હોય છે. તો વોટ્સએપથી થોડો સમય દૂર રહેવા માટે આ ટ્રિક અપનાવો.

આ માટે તમારે તમારા ફોનના Settingsમાં જઈને Time and Dateમાં વર્ષને બદલીને કોઈ પણ પાછલા વર્ષનું સેટ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે 2013ને બદલે 2012 કરી દો બસ. ત્યાર બાદ તમારો ફોન રિસ્ટાર્ટ કરી દો. ફોન ઓન થયા બાદ તમને વોટ્સએપ એપ્લિકેશનનો તારીખ બરાબર ન હોવાનો એરર મેસેજ આવશે. બસ, તો સમજી લો કે તમે થઈ ગયા ઓફલાઈન. (આમ કરવાથી તમે વોટ્સએપ પર મેસેજીસ મોકલી કે રિસીવ નહીં કરી શકો પરંતુ નોર્મલ કોલ, અન્ય ઇન્ટરનેટ એપ્લિકેશન, બ્રાઉઝર કામ કરશે). જ્યારે ફરીવાર તમારે ઓનલાઈન મોડમાં જવું હોય તો ફક્ત વર્ષ ચેન્જ કરી દો એટલે ફરી તમારું વોટ્સએપ જેમ હતું તેમ સ્ટાર્ટ થઈ જશે.


જો Last Seen Time તમારે ન બતાવવો હોય તો?

ઘણી વાર તમે વોટ્સએપ યુઝ કરતી વખતે જોયું હશે કે તમને સામેના યુઝરનો Last Seen ટાઈમ દેખાતો હોય છે અને તે જ રીતે તમારો ટાઈમ પણ બીજાને દેખાતો હશે. હવે જો તમે તમારી જાત સાથે ખોટું બોલ્યા વગર પ્રમાણિકપણે તમારા મનને પૂછો તો તમને પણ ક્યારેક ને ક્યારેક એવું તો થયું જ હશે કે મારો last seen ટાઈમ કોઈને ખબર ન પડે. જો કે આમાં કોઈ મોટું રોકેટ સાયન્સ નથી પરંતુ ફક્ત આ એક ટ્રિક છે જે મેં મારી જાતે ટ્રાય કરીને જોયું છે તો તમે પણ ટ્રાય કરી શકો છો.
 

જ્યારે તમને કોઈ મેસેજ આવે અને તમારે તે મેસેજ જોવો પણ છે અને રિપ્લાય પણ કરવો છે પરંતુ ઈચ્છા એ છે કે તમારો Last Seen ટાઈમ અન્ય કોઈને ખબર ન પડે. તો જ્યારે તમને કોઈ મેસેજ આવે ત્યારે તેને જોતાં પહેલાં મોબાઈલમાં ડેટા ઓફ (DATA OFF) – ઇન્ટરનેટ બંધ કરી દો અને પછી જ મેસેજ જુઓ. હવે જો રિપ્લાય કરવો છે તો રિપ્લાય ટાઈપ કરીને સેન્ડ કરી દો. હવે ત્યાર બાદ DATA ON કરી દો. જો વારંવાર settingsમાં જઈને ડેટા ઓફ કરવાનું કંટાળાજનક લાગતું હોય તો તેની માટે સ્પેશ્યલ વિજેટ (widget) આવતા હોય છે જે તમને હોમ સ્ક્રીન પર જ ઓન-ઓફ કરવાની સવલત આપે છે.
અને જો તમે iPhone યુઝર છો અને તમારે Last seen ટાઇમ સ્ટૅમ્પ છુપાવવો છે તો આ માટેનું ઓપ્શન ઉપલબ્ધ છે. આ માટે એપ્લિકેશનમાં Settings > Advanced > Tunrn off “Last Seen Timestamp
આમ કરતા વોટ્સએપ તમારી છેલ્લી ગતિવિધિ દરમ્યાન ઇન્ટરનેટ બંધ હોવાને કારણે ટ્રેક કરી શકતું નથી અને તેના સર્વરમાં તમારો Last Seen અપડેટ થતો નથી પરિણામે સાચો સમય દેખાતો નથી.

ફેસબુકર્સ - ચેતજો આ લેટેસ્ટ ખતરાથી

ફેસબુકર્સ - ચેતજો આ લેટેસ્ટ ખતરાથી

આખો દિવસ અને રાત ફેસબુક પર વિતાવનારા લોકો માટે હાલમાં ‘ફ્રી આઈપેડ મેળવો’ અને ‘કેટલાં લોકોએ પ્રોફાઈલ વ્યુ કરી’ તેવી સ્ક્રીપ્ટ અને પેજ દ્વારા હેકર્સોના હુમલાથી સાવચેત રહેવું જરૃરી બન્યું છે, કારણ કે આ મોંઘવારીમાં ‘ જેવું કંઈ જ નથી.


ફેસબુકર્સ માટે હાલમાં ફેસબુક પર જુદી જુદી એપ્લિકેશન દ્વારા વાયરસ એટેક વધ્યો છે. જેમાં ‘ફ્રી આઈપેડ મેળવો’ અને ‘કેટલા લોકોએ તમારી પ્રોફાઈલ જોઈ’ તેવી સ્ક્રીપ્ટ કે એપ્લિકેશન ઝડપથી ફેસબુક યુઝર્સમાં પોપ્યુલર બની ગઈ છે જેથી ખતરાનું પ્રમાણ વધ્યું છે. વાસ્તવમાં આ એક પ્રકારની લોભામણી એપ્લિકેશન્સ વાયરસ એટેક છે જેનાથી સાવચેત રહેવું જરૃરી છે. સૌ પ્રથમ ‘કેટલા લોકોએ પ્રોફાઈલ જોઈ’ તેના વિશે વાત કરીએ તો તે દેખાવમાં કંઈક આ રીતે જોવા મળતી હોય છે.
My Facebook profile has been seen 3811 times!
Find out your total profile views: (અહીં જે-તે લિંક હોય છે)
“Find out your total profile views [ લિંક]”
ફેસબુક પ્રાઈવસીને કારણે કોઈ પણ યુઝરની પ્રોફાઈલ વ્યુઝની માહિતી ટ્રેક કરતું નથી કે તેનું એક્સેસ પણ નથી આપતું. જેથી આ પ્રકારની પ્રવૃત્તિ તદ્દન ખોટી અને હાનિકારક છે. જ્યારે બીજી બાજુ ‘ફ્રી આઈપેડ મેળવો’ માટેના વાયરસ એટેકની સિકલ કંઈક આવી અપડેટ્સરૃપે જોવા મળતી હોય છે
“iPad Researchers Wanted - Get An iPad Early And Keep It!”
“The Mega iPad Giveaway!” prey on the public’s desire to own a free iPad,”
કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
હવે તમને થતું હશે કે કેવી રીતે આ અપડેટ્સ કે મેસેજ તમને નુકસાન પહોંચાડી શકે તો ફ્રેન્ડ્ઝ જરા આગળ વાંચો. હેકર્સ આવી લોભામણી ફેસબુક એપ્લિકેશન બનાવતા હોય છે જેમાં તમે તમારા ફ્રેન્ડ્ઝની કે અન્ય કોઈની પ્રોફાઈલમાં અપડેટ્સ જોઈને તેને જોયા જાણ્યા વગર એક્સેસ કરીને Allow કરો છો. આ એક્સેસ કરવા માટે તમને સામાન્ય માહિતી આપવા માટે કહેવામાં આવે છે. બસ, અહીં જ આખી રમત શરૃ થાય છે, આ પ્રકારની માહિતી યુઝર્સ પાસેથી ભરવા માટેની આખી સર્વે કરવાની પ્રવૃત્તિ ચાલતી હોય છે જેની માટે આ હેકર્સને નાણાં મળતાં હોય છે. વળી, જો તમે ભૂલે ચૂકે તમારો ફોન નંબર આપી દીધો તો પ્રીમિયમ રેટ કોલિંગ ર્સિવસ તમારા ફોનમાં એક્ટિવેટ થઈ જાય છે તમારી જાણ વિના જ અને દર સપ્તાહે અમુક પૈસા કપાતા રહેતા હોય છે.
જો કે અન્ય પ્રકારનાં પણ પેજ હોય છે જેમાં તમને તેના Fan બનવાનું તેમ જ મિત્રોને આમંત્રણ આપવાનું કહેવાય છે અને ઈવેન્ટ પણ એટેન્ડ માટે કહેવામાં આવે છે. આ ઉપરાંત ફોર્મ ન હોય તો તમને જે-તે હાનિકારક પેજ પરથી સ્ક્રીપ્ટ કોપી કરીને તમારા એડ્રેસ બારમાં નાંખીને રન કરવાનું કહેવામાં આવે છે તેમ જ ત્યાર બાદ થોડી રાહ જોવાનું કહે છે. જેના દ્વારા તમારી પ્રોફાઈલના દરેક મિત્રોના ઈમેલ આઈડી તેમ જ માહિતી ચોરાવાનો તેમ જ સ્પામ ઈમેલ એટેક થવાનો ભય રહે છે. અથવા તો આ સ્ક્રીપ્ટ રન થઈ જાય ત્યાર બાદ તમને કોઈ સોફ્ટ્વેર ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે જે trojan વાયરસને તમારા કમ્પ્યૂટરમાં ઈન્સ્ટોલ કરી તમારી માહિતી અને પાસવર્ડ ચોરવા માટે ઉપયોગી રહે છે.
કેવી રીતે બચશો આ પરેશાનીથી?
  1. સૌ પ્રથમ તો ફ્રેન્ડની વોલ પર કે અન્ય જગ્યાએથી આ પ્રકારની પોસ્ટ પર કે લિંક પર ક્લિક કરવાનું ટાળો.
  2. જો જાણે કે અજાણે આવી લોભામણી કે શંકાશીલ એપ્લિકેશન એક્સેસ કરી હોય અને તેની પોસ્ટ તમારી Wall પર દેખાતી હોય તો તેને તુરંત જ પોસ્ટના જમણા ખૂણે X બટન ક્લિક કરી રિમૂવ કરી દો.
  3. ત્યાર બાદ એપ્લિકેશન એક્સેસ કરી હોય તો તેને ડિલીટ કરો. આ માટે Account Settings માં જઈ ડ્રોપ-ડાઉન મેનુમાં Privacy માં જઈ ત્યાં નીચે ડાબી સાઈડ Apps and Websites હેડિંગ હેઠળ Edit your settings ક્લિક કરો. ત્યાર બાદ Apps you use હેડિંગની સામે Edit Settings ક્લિક કરો. જ્યાં તમે જેટલી પણ એપ્લિકેશન અત્યાર સુધી Allow કરી હશે તેની યાદી હશે. હવે અહીંથી જે-તે હાનિકારક એપ્લિકેશન ઠ બટન દ્વારા રિમૂવ કરી દો. લગે હાથ અન્ય નકામી એપ્લિકેશન પણ રિમૂવ કરતા જ જજો.
  4. જો કોઈ શંકાશીલ એપ્લિકેશન દ્વારા તમારો ફોટો Tag થયો હોય તો તે ફોટો પર ક્લિક કરો અને તેની નીચે તમારા નામ પર જઈને ‘Remove tag’ કરી દો.
  5. ફેસબુકની આ પ્રકારની કોઈ એપ્લિકેશન દ્વારા કંઈ ડાઉનલોડ કર્યુ હોય તો એન્ટિ-વાયરસ સોફ્ટવેર રન કરી વાયરસની ચકાસણી કરી દૂર કરો.
  6. લાસ્ટ અને ઈમ્પોર્ટન્ટ સ્ટેપ પાસવર્ડ બદલાવાનું ખાસ ચૂકતાં નહીં. આ પ્રવૃત્તિ તો એમ પણ તમારે સામાન્ય રીતે અમુક સમયાંતરે કરતા જ રહેવું જોઈએ.
વધુમાં ફેસુબક ઉપર સામાન્ય રીતે આવી ઘણી લોભામણી અને હાનિકારક સ્ક્રીપ્ટ તેમજ એપ્લિકેશન ફરતી જ રહેતી હોય છે જેથી એટલું જાણી લો કે મફતનું શોધવાનું બંધ કરો, કારણ કે કોઈ પણ વસ્તુ માટે કંઈક તો ચૂકવવું જ પડે છે. અન્ય કયા પ્રકારના વાયરસ અને એપ્લિકેશન ફેસબુક ઉપર કાર્યરત હોય છે તે જાણવા માટે http://www.facebookfakes.com/?p=259#/?cat=48 ક્લિક કરો જે તમને આવી નુકસાનકારક માહિતીથી અપડેટ રાખીને નુકસાનથી બચાવશે.

દરેક ફેસબુક યુઝરે જાણવા જેવા ઉપયોગી પ્રાઈવસી સેટિંગ્સ

દરેક ફેસબુક યુઝરે જાણવા જેવા ઉપયોગી પ્રાઈવસી સેટિંગ્સ


કમ્પ્યૂટરથી દૂર થવાય પરંતુ ફેસબુકથી દૂર ન રહેવાય તેવી સગવડને પણ હોંશેહોંશે મોબાઈલ ફેસબુક દ્વારા એક્ટિવેટ કરીને ચોવીસ કલાક ફેસબુક પર સુપર એક્ટિવ બનવાનો પ્રયત્ન યુઝર્સ કરતા હોય છે. આવા સંજોગોમાં દરેક યુઝર દ્વારા ફેસબુક પર વર્ચ્યુઅલ લાઈફ જીવવાની એક અતિશયોક્તિ થતી જણાઈ રહી છે ત્યારે તમારી ટેવને બદલી ન શકો તો કાંઈ નહીં પરંતુ તેના ગેરફાયદાને ધ્યાનમાં રાખીને થોડાં સાવચેતીનાં પગલાંરૂપે અમુક પ્રાઈવસી સેટિંગ્સથી માહિતીગાર થઈ તેનો અમલ કરવો હિતાવહ રહેશે.

Friends List મેનેજ કરો

હજુ પણ કેટલાંય એવા હશે જે ફેસબુકનો ઉપયોગ તો દિવસ-રાત (બપોર અને સાંજે પણ) કરતા હશે, પરંતુ તેમ છતાં ફ્રેન્ડ્ઝ લિસ્ટ વિશે ઝાઝું જાણતા નહીં હોય. ફ્રેન્ડ્ઝ લિસ્ટ એટલે તમારા મિત્રોની યાદી નહીં પરંતુ તમારા મિત્રોની યાદીમાં કેટેગરી મુજબ ગ્રુપને ફ્રેન્ડ્ઝ લિસ્ટ કહે છે. જેના દ્વારા તમે ફેસબુકના ફ્રેન્ડ્ઝને તમારા રિલેશન મુજબ વહેંચી શકો છો. દા.ત ઓફિસ, ફેમિલી, બિઝનેસ, બેસ્ટ ફ્રેન્ડ્ઝ, ક્લબ ફ્રેન્ડ્ઝ વગેરે. આ રીતે મેનેજ કરવામાં સૌથી મોટો ફાયદો એ છે કે તમે ગ્રુપ મુજબ તમારું પ્રાઈવસી સેટિંગ કરી શકો છો. જેમ કે તમારી પર્સનલ પાર્ટીના ફોટો બેસ્ટ ફ્રેન્ડ્ઝ જ જોઈ શકે અને ઓફિસ ગ્રુપ ન જોઈ શકે તે પ્રમાણે સેટિંગ કરી શકો છો.

Friends List ની કેટેગરી બનાવવા માટે Account > Edit Friends માં જઈ ઉપરના જમણે ખૂણે Create a list પર ક્લિક કરી ગ્રુપનું ટાઈટલ આપી દો. ત્યાર બાદ તેમાં જે-તે ફ્રેન્ડઝને એડ કરી દો. બે અલગ અલગ ગ્રુપમાં એક જ ફ્રેન્ડને તમે એડ કરી શકો છો. આમ કર્યા બાદ પ્રાઈવસી સેટિંગમાં જઈને Customize Settingsમાં જે-તે એક્ટિવિટી (પોસ્ટ, ફોટો શેરિંગ વગેરે) ઓપ્શનમાં Customize સિલેક્ટ કરી Make this visible to ડ્રોપ ડાઉન મેનુમાં Specific people સિલેક્ટ કરી નીચે બોક્સમાં Friend group (જે તમે અગાઉ ફ્રેન્ડ ગ્રુપ બનાવ્યું હોય તે નામ) ટાઈપ કરો. જેથી તે ગ્રુપ સીમિત જ શેરિંગ રહેશે. તેમ જ જ્યારે પણ ફોટો, આલબમ કે વીડિયો શેર કરવો હશે ત્યારે પણ તમે જમણી બાજુના બટન પર ક્લિક કરીને આ ઓપ્શન દ્વારા ગ્રુપ મુજબ શેરિંગ કરી શકો છો.

Facebook Search Resultsમાંથી પોતાની પ્રોફાઈલ દૂર કરો

પ્રાઈવસી અને સિક્યોરિટી ઇચ્છતા હોવ તો ફેસબુક સર્ચ રિઝલ્ટમાં તમારી પ્રોફાઈલ ન દેખાય તેમ કરો. ખાસ કરીને અમુક વર્ગના લોકો માટે આ સેટિંગ ઉપયોગી છે જેમ કે શિક્ષકો ઇચ્છતા હોય છે કે તેમનું ફેસબુક એકાઉન્ટ ફેસબુકમાં સર્ચ કરીને વિદ્યાર્થીઓ ન મેળવે. આ ઉપરાંત કંપનીના બોસ ઇચ્છે કે તેમના દરેક કર્મચારી ફેસબુક દ્વારા તેમની પર્સનલ લાઈફથી પરિચિત ન રહે. સૌથી મહત્ત્વની વાત કે સિક્યોરિટી માટે આ સેટિંગ કરેલું હોય તો સલામત રહેવાય છે.

આ માટે Account > Privacy settings માં જાઓ ત્યાં સૌથી પહેલું ઓપ્શન Connecting on Facebook છે જ્યાં View Settings પર ક્લિક કરો. ત્યાર બાદ પ્રથમ ઓપ્શન Search for you on Facebookમાં Everyone દૂર કરી Friends કરી દો.

Google સર્ચમાં દેખાતા બંધ થાઓ

જો કદાચ ફેસબુક સર્ચમાં તમારી પ્રોફાઈલ દેખાતી રાખો તો ઠીક છે, પરંતુ ગૂગલ સર્ચ રિઝલ્ટમાં ન દેખાય તેટલી તકેદારી તો તમારે લેવી જ જોઈએ. જેથી વણનોતરી તકલીફ આવી ન પડે અને પર્સનલ ડેટા ચોરી તેમજ સાયબર બુલિંગથી બચી શકાય. આ માટે તમારે Account > Privacy settings માં જઈ સૌથી નીચે Apps and Websites ઓપ્શનમાં Edit your settings ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ સૌથી છેલ્લા Public search ઓપ્શનમાં Edit settings બટન પર ક્લિક કરી Enable public search ઓપ્શનમાંથી ટિકમાર્ક દૂર કરી દો.

Photo / Video Tagging View કન્ટ્રોલ કરો.

ફેસબુકમાં તમારા મિત્રો દ્વારા જે-તે ફોટો કે વીડિયો તમારા નામ પર ટેગ કરવામાં આવે છે. જ્યારે આ ટેગિંગ કરેલા ફોટો-વીડિયો તમારા અન્ય મિત્રો કે દરેક યુઝર્સ પણ જોઈ શકે તેવું સેટિંગ બાય ડિફોલ્ટ હોય છે. આવા સંજોગોમાં એવું થઈ શકે છે ખરાબ વીડિયો કે ફોટો તમારી જાણ બહાર અન્ય દ્વારા ટેગ થયા હોવાના કારણે તમારા મિત્રો, બોસ કે પરિવારન વડીલ પણ જોઈ જાય છે. આ પ્રકારની પ્રવૃત્તિથી બચવા ટેગ થયેલા ફોટો-વીડિયો ફક્ત તમે જ જોઈ શકો તેમ સેટિંગ કરો.

આ માટે Account > Privacy settings માં Customize Settings પર ક્લિક કરી બીજા સેક્શનમાં Photos and videos you’re tagged હે ઓપ્શનને એડિટ કરી Only Me સિલેક્ટ કરી દો.

તમારી પ્રોફાઈલની પર્સનલ માહિતી પ્રાઇવેટ રાખો

ફેસબુકની પ્રોફાઇલની માહિતી બને ત્યાં સુધી પ્રાઇવેટ રાખો જેમ કે તમારી બર્થ ડેટ ડિસ્પ્લેમાં સંપૂર્ણ તારીખ ન દેખાતાં ફક્ત તારીખ અને મહિનો દેખાય તેમ કરો, કારણ કે હાલના ઈ-યુગમાં ઓનલાઈન કે ઈલેક્ટ્રોનિક વ્યવહારમાં સિક્યોરિટીના હેતુરૂપે તમારી બર્થ ડેટ ખૂબ મહત્ત્વની ગણાય છે જેથી આ ગુપ્ત રહે તેટલું સારું. આ માટે Profile પર ક્લિક કરી જમણે ઉપર ખૂણામાં Edit Profile બટન પર ક્લિક કરો. ત્યાર બાદ Birthday માં Show only month & day in my profile સિલેક્ટ કરો. આ ઉપરાંત Privacy settings માં Customize Settings કરીને દરેક શેર થતી માહિતીને ડિફોલ્ટ ઓપ્શન બદલીને કન્ટ્રોલ કરો.

આવી જ વધુ કેટલીક વાતો હવે પછી...

Above article published in Sandesh – A Leading Gujarati daily. Covered in ‘Ardha Saptahik’ Supplement

ફેસબુકના પ્રાઈવસી સેટિંગ્સ વિશે થોડા ઔર કુછ!

ફેસબુકના પ્રાઈવસી સેટિંગ્સ વિશે થોડા ઔર કુછ!

આ અગાઉની પોસ્ટમાં ફેસબુકની સિક્યોરીટી વિશે લખ્યું હતું પરંતુ તેમ છતાં અમુક બાકી રહી ગયેલ એવાં જ સેટિંગ્સ વિશે પણ ચર્ચા કરી લઈએ જેથી ફેસબુક પુરાણમાંથી સિક્યોરિટીનો અધ્યાય સંપૂર્ણ બને.
ફોટો આલબમની સિક્યોરિટી
ઘણાં યુઝર્સ પોતાના ફોટો શેરિંગને લઈને ખાસ ચિંતિત રહેતાં હોય છે અને કેમ ન હોય, કારણ કે ફોટો દ્વારા તમારા દુશ્મન તેની સાથે છેડતી કરીને કાંઈ પણ કરી શકે છે. જો કે કેટલાંક યુઝર્સ આ સેટિંગ્સ માટે મેઈન સેટિંગ્સમાં ચેન્જ કરીને પોસ્ટ, ફોટો, સ્ટેટસ અપડેટ્સ શેરિંગ બ્લોક કરતાં હોય છે, પરંતુ જો તમે એમ ઈચ્છતા હોવ કે પોસ્ટ, સ્ટેટસ મેસેજ શેર થાય પરંતુ ફોટો આલબમ અન્ય સાથે શેર ન થઈ ફક્ત ફ્રેન્ડ્ઝ સાથે જ શેર કરી શકાય તો તેમ તમે કરી શકો છો. આ ઉપરાંત તમારા દરેક ફોટો આલબમને પણ અલગ અલગ પ્રાઈવસી સેટિંગ્સ આપી શકો છો.
આ માટે તમારે Account > Privacy Settings > Sharing on Facebook > Customize Settings > Edit album privacy for existing photos માં જઈને દરેક આલબમને તમે પ્રાઈવસી સેટિંગ્સ આપી શકો છો.
પ્રોફાઈલની માહિતીને કન્ટ્રોલ કરો
Connecting on facebook નાં સેટિંગ્સ ફેસબુકના જે પ્રાઈવસી સેટિંગ્સ છે તેના કરતાં થોડાં અલગ છે. અહીં તમારી માહિતીને લોકો સમક્ષ શેર થતી માહિતીને કન્ટ્રોલ કરવા માટે ઉપયોગી નીવડે છે. જેમ કે ઘણી વાર કોઈ પણ યુઝર ફક્ત તમારા નામના આધારે જ તમને શોધી કાઢે છે. અથવા તો કોઈ પણ તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શકે છે તેમજ મેસેજ પણ મોકલી શકે છે. જો તમે આ પ્રકારની પ્રવૃત્તિને કન્ટ્રોલ કે રોકવા માંગતા હોવ તો સેફ્ટી માટે અહીં જઈને તમારા સેટિંગ્સમાં થોડા ફેરફાર કરી દો.
સેટિંગ્સ કરવા માટે Account > Privacy Settings > Connecting on Facebook પર ક્લિક કરો.
એપ્લિકેશન મેનેજમેન્ટ
તમારામાંથી કેટલાંય યુઝર્સ હશે જે દિવસની કેટલીય ફેસબુક એપ્લિકેશનનો ઉપયોગ કરતાં હશે તેમજ નવી ને નવી સબસ્ક્રાઈબ કરતા રહેતા હશે, પરંતુ તમારી જાણ ખાતર ફેસબુક એપ્લિકેશન એ કોઈ ફેસબુકની પોતાની એપ્લિકેશન હોતી નથી, પરંતુ અન્ય કોઈ સાઈટ ફેસબુકના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમને જે-તે એપ્લિકેશનનો લાભ તમારી માહિતીના ભોગે તમને આપે છે. જેમાં ઘણી વાર સ્પેમ અને વાયરસ એટેકના ભયની શક્યતા સોએ સો ટકા રહેલી છે. જેના ઉદાહરણરૂપે ફ્રી આઈપેડ, પ્રોફાઈલ વ્યુઅર્સ અને બિન લાદેનના મોતનો લાઈવ વીડિયો જેવા પોસ્ટનો સ્પેમ એટેક જોયો જ હશે.
ખાસ કરીને સૌપ્રથમ તો તમારા એકાઉન્ટમાંથી વણજોઈતી એપ્લિકેશનને રિમૂવ કરી નાંખો. જેની માટે તમારે Account > Privacy Settings માં સૌથી નીચે Apps and Websites > Apps You Use > Edit Settings કરીને ન જોઈતી દરેક એપ્લિકેશન ડિલીટ કરી દો.
માહિતી મેનેજમેન્ટ
આ સેટિંગ્સ કરવાથી તમે તમારી પ્રોફાઈલમાં સેવ કરેલી દરેક માહિતીને તમારા ફ્રેન્ડ્ઝ,ફ્રેન્ડ્ઝના ફ્રેન્ડ્ઝ અને ખાસ કરીને થર્ડ પાર્ટી વેબસાઈટ અને એપ્લિકેશન સાથે અનિચ્છિત શેર થતી માહિતીને કન્ટ્રોલ કરી શકશો. Account > Privacy Settings જઈને સૌથી નીચે Apps and Websites > Info accessible through your friends > Edit Settings કરીને જે-તે માહિતીના ચેકબોક્સ ક્લિક કરીને સિલેક્ટ કરી દો.
HTTPS એનેબલ કરો
આ સેટિંગ પ્રાઈવસી કરતાં વધારે સિક્યોરિટીના ભાગરૂપે છે, પરંતુ તેનાથી તમારી પ્રાઈવસી જળવાઈ રહે તેની આ સેટિંગ પૂરેપૂરી તકેદારી રાખે છે. Account > Account Settings > Account Security > Secure Browsing (HTTPS) નું ચેકબોક્સ ટિક કરી દો. આમ કરવાથી હેકર્સ તમારા એકાઉન્ટ સાથે ચેડાં નહીં કરી શકે તેમ જ એપ્લિકેશન દ્વારા તમારી માહિતી ચોરાવાનો ભય પણ નહીં રહે. ફેસબુકના દરેક યુઝર્સે આ સેટિંગ અચૂકપણે કરી રાખવું જોઈએ. આ સેટિંગ કરવાથી થર્ડ પાર્ટી એપ્લિકેશન તમારા એકાઉન્ટમાં સબસ્ક્રાઈબ કરેલી હોય તો પણ તમારી ઇચ્છા વિના તમારો ડેટા એક્સેસ કરી નહીં શકે જેથી તમે સેફ રહી શકો છો. તેમજ ફ્રેન્ડ્ઝ દ્વારા કે એપ્લિકેશન દ્વારા થતી સ્પેમ પોસ્ટને પણ તે મોટાભાગે તમારી વોલ પર આવતાં અટકાવી દે છે.
સો ફ્રેન્ડ્ઝ, બી સોશિયલ પરંતુ સાથે સાથે બી સેફ, કારણ કે વર્ચ્યુઅલ લાઈફ જેટલી ફાયદાકારક છે તેટલી જ હાનિકારક પણ છે જે હકીકતને ભૂલી શકાય તેમ નથી. આવામાં ચેતતા નર (ફેસબુક સંદર્ભે ખાસ કરીને નારી) સદા સુખી તે કહેવતનો અમલ કરી સેફ સોશિયલ નેટર્વિંકગ માણવું હિતાવહ રહેશે. અને બને તો, વર્ચ્યુઅલ એડિક્શન થોડું ઓછું કરીને રિયલ લાઈફમાં એક્ટિવ બનશો તો તેનો આનંદ પણ રિયલ રહેશે. ગુડ લક ફ્રેન્ડ્ઝ...

ફેસબુકની સિક્રેટ ટ્રિક્સ જાણી બનો ફેસબુક master

ફેસબુકની સિક્રેટ ટ્રિક્સ જાણી બનો ફેસબુક master



કહેવાય છે કે વિશ્વમાં એક વર્ચ્યુઅલ દેશ (વિશ્વવસ્તીના લગભગ ૧૦ ટકા - ૬૦ કરોડ યુઝર્સ) પણ વસે છે જેનું નામ છે ફેસબુક. આજે કમ્પ્યૂટર કમ્પ્યૂટરે ફેસબુક યુઝર્સ જોવા મળે છે ત્યારે તેની કેટલીક સિક્રેટ ટ્રિક્સ જાણીને બની જાઓ ફેસબુક Geek...!!

તમારામાંથી કેટલાંય એવા ફેસબુકર્સ હશે જેમની ફેસબુક દેશમાં સિનિયર સિટીઝન્સ તરીકે ગણતરી કરી શકાય. કારણકે તેઓ વર્ષોથી રોજ સવારે ઉઠીને તેમ જ રાતે સૂતી વખતે પણ ફેસબુકના ફેસના દર્શન કરતાં રહેતાં હોય છે. આટલો નિયમિત હદ વગરનો ઉપયોગ રોજબરોજની સરકારી નોકરીની જેમ કંટાળો ચોક્કસપણે આપતો હોય છે. પરંતુ જો તમારે એકના એક જેવાં સ્ટેટસ, ફોટો, લિંક્સ, વિડીયો વગેરે અપડેટ્સ કરીને કાગડાના ચાલ જેવી પ્રક્રિયાથી કુછ હટકે કરી જુઓ. જેથી તમારા મિત્રોમાં તમારું ફેસબુક અને કમ્પ્યૂટરજ્ઞાનના દર્શન દેખા દેશે. આજના શબ્દોમાં કહીઓ તો તમે 'ફેસબુક ગીક' તરીકે ઉભરી આવશો. તો લેટ્સ, ચેક આઉટ એવી જ અમુક ટ્રિક્સ જે તમને સ્માર્ટ ફેસબુકરનું બિરુદ અપાવશે...

૧. ડેસ્કટોપ ફેસબુક ચેટ મેસેન્જર
આજે મોટાભાગે દરેક કોર્પોરેટ ઓફિસમાં તેમ જ સ્કૂલમાં 'વર્ચ્યુઅલ નશા' ફેસબુક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોય છે. બાય લક, ઓપન હોય તો પણ ડરી ડરીને ફેસબુકના લોગો સાથેની બ્લૂ એન્ડ વ્હાઈટ સ્ક્રીન બોસ જોઈ ન જાય તેનો ડર સતાવતો રહેતો હોય છે. પરંતુ, મિત્રતા સાચવવા (મજાકમાં લેજો) ફ્રેન્ડ્ઝ સાથે ચેટિંગ કરવાની મજા ક્યાંથી છોડાય? પરંતુ વારંવાર ચેટિંગ કરવા માટે બ્રાઉઝરમાં ફેસબુક ઓપન ન કરવું પડે અને યાહૂ મેસેન્જરની જેમ જ ફેસબુક ચેટ મેસેન્જરની ડેસ્કટોપ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જેથી આ સમસ્યાનો મહ્દ અંશે અંત આવશે. http://www.chitchat.org.uk/ પરથી 'ચિટ ચેટ ફેસબુક' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફેસબુકના મિત્રો સાથે બ્રાઉઝરમાં ઓપન કર્યા વગર અહીંથી જ ચેટિંગ કરી શકાશે.

૨. Google+ના Circle ની જેમ ફ્રેન્ડ લિસ્ટ મેનેજ કરો
ગૂગલ પ્લસનો જેમણે ઉપયોગ કર્યો હશે તેમને ફેસબુકની સરખામણીમાં સૌથી સરળતાનો અનુભવ ફ્રેન્ડ લિસ્ટ મેનેજ કરવા માટે 'સર્કલ' ફિચરે કરાવ્યો હશે. ડ્રેગ એન્ડ ડ્રોપની ફેસિલીટીને કારણે મોટી સંખ્યામાં હાજર ફ્રેન્ડઝને ગ્રુપ મુજબ મેનેજ કરવા સરળ બનતા હોય છે. જો અદ્દલ આ જ પ્રકારની ફેસિલીટી દ્વારા તમારા ફેસબુકના ફ્રેન્ડઝને મેનેજ કરવા હોય તો ફેસબુકમાં લોગઈન કરીને http://www.circlehack.com સાઈટ ઓપન કરો. બસ, પછી જુઓ 'સર્કલ' જેવું જ હશે ફેસબુકમાં.

૩. ચેટ બોક્સમાં Bold & Underline કરો
તમે જોયું હશે કે ચેટિંગ દરમ્યાન ટેક્સ્ટમાં કોઈ પણ પ્રકારનું ફોર્મેટિંગ એટલે કે બોલ્ડ કે અન્ડરલાઈન કરેલા શબ્દો જોવા નહીં મળે. તો પછી તમે હવે ચેટિંગમાં ફ્રેન્ડ્ઝ સાથે વાતો કરતી વખતે બોલ્ડ અને અન્ડરલાઈન કરેલા શબ્દો મોકલીને તેમને બતાવી દો કે તમે છો સ્માર્ટ યુઝર.
બોલ્ડ કરવા - Hello *Friends* (Friends બોલ્ડ દેખાશે)
અન્ડરલાઈન - Hello _Friends_(Friends નીચે અન્ડરલાઈન દેખાશે)

૪. 420થી વધુ શબ્દોમાં સ્ટેટસ મેસેજ અપડેટ કરો
લાં...બુ લચક લખનારાઓએ અનુભવ કર્યો હશે કે ફેસબુકમાં સ્ટેટસ અપડેટ કરવા માટે ફ્કત ૪૨૦ કેરેક્ટર્સની જ મર્યાદા મળે છે. ઘણી વાર કેહવું વધારે હોય છે પરંતુ ૪૨૦ શબ્દો ઓછાં પડી જાય. તો ડોન્ટ વરી, તમારી લખવાની ભાવનાને માન આપો અને તે લાંબા મેસેજને થોડુંક આ રીતે મેનેજ કરો (Notes તરીકે નહીં). Status ને બદલે Photo પર ક્લિક કરો અને ત્યાર બાદ કોઈ પણ મેસેજને લગતો નાનો અથવા તો નકામો ફોટો અપલોડ કરીને તમારો મેસેજ ટાઈપ કરો. તમે ઈચ્છો તેટલું લાંબુ લખાણ લખી શકશો.

૫. તમારા સ્ટેટસ મેસેજને શિડયુલ કરો
જો તમારે કોઈ સ્ટેટ્સ મેસેજ કોઈ સ્પેશિયલ ડે પર અપડેટ કરવાનો હોય પરંતુ તેને યાદ ન રાખવો હોય તો તમે અગાઉથી જ તેને શિડયૂલ કરી શકો છો. ત્યાર બાદ તમારો મેસેજ આપોઆપ જે-તે દિવસે કે સમયે અપડેટ થઈ જશે. આ ઉપરાંત જ્યારે તમને અગાઉથી જ ખ્યાલ છે કે જે-તે સમયે તમારી પાસે ફેસબુકનો એક્સેસ ન હોય તેમ છતાં પણ તમે તમારું સ્ટેટસ અપડેટ કરી શકો છો. આ માટે http://laterbro.com (ફેસબુક એપ્લિકેશન) નામની વેબસાઈટ તમને મદદ કરે છે. સાઈટમાં તમારા ફેસબુકના લોગઈનથી એન્ટર થાઓ અને ત્યાર તમે ત્યાં તમારા મેસેજ શિડયૂલ કરી શકશો.

૬. તમારું ફેસબુક એકાઉન્ટ Excelમાં એક્સેસ કરો
ઓફિસમાં ફેસબુક ઓપન કરવું એટલે રાજીનામાને આમંત્રણ આપવા સમાન બની ગયું છે. જો કે ફેસબુકનો નશો લોકોને એટલો ચઢયો છે કે તેના વિના ચાલતું નથી. આવામાં યુઝર્સ ઓફિસમાં પણ ફેસબુક ઓપન કરતાં હોય છે પરંતુ ચૂપકે ચૂપકે. બસ, આ જ સમસ્યાના નિવારણરૃપે આ એપ્લિકેશન બનાવવામાં આવી છે તેમ લાગે છે. રંંૅઃ//ુુુ.રટ્વઙ્ઘિઙ્મઅર્ુિા.ૈહ/ નામની વેબસાઈટ પરની આ એપ્લિકેશન તમને તમારું ફેસબુક એકાઉન્ટ ઓફિસમાં સૌથી વધુ વપરાતું સોફ્ટવેર Excelના રૃપરંગમાં ઢાળી આપે છે. જેથી કોઈ ફક્ત ઉડતી નજર મારે તો સામેની વ્યક્તિને એક્સેલ પર કામ કરી રહ્યો છે તેમ જ લાગે. ગજબનો વિચાર વાપરીને બનાવેલી આ એપ્લિકેશનમાં એક્સેલ સોફ્ટવેરમાં બોક્સ અને લાઈન્સમાં તમારા અપડેટ્સ અને નોટિફિકેશન જોવા મળે છે. એક વખત ટ્રાય તો કરી જોવા જેવું ખરું હોં...

૭. ફેસબુકના વિડીયો ડાઉનલોડ કરો
ફેસબુકના વિડીયો ડાઉનલોડ કરીને તમારા કમ્પ્યૂટરમાં સેવ કરી રાખવા હોય તો તમે http://www.downfacebook.com/ વેબસાઈટની મદદ મેળવી શકો છો.

સિક્યોરિટી ટિપ - ઉપરોક્ત ટ્રિક્સ એ એક પ્રકારની એપ્લિકેશન હોય છે જેથી તેનો એક્સેસ કરતી વખતે તમારા એકાઉન્ટમાં ઈન્સ્ટોલ થઈ જાય છે. વળી, ફેસબુકની પોલીસી પ્રમાણે એપ્લિકેશન તમારી અમુક માહિતી પણ એક્સેસ કરી શકતી હોય છે. (જો કે તમે ઘણી બધી નકામી એપ્લિકેશનનો ઢગલો કર્યો જ હશે એકાઉન્ટમાં). અમુક એપ્લિકેશનના ઉપયોગ મુજબ તેનો એક વખત ઉપયોગ કર્યા પછી તેને રિમૂવ કરી દેવાની ટેવ રાખો. ફરી ઉપયોગ માટે જે-તે સમયે એકસેસ કરવું.

Privacy Settingsમાં નીચે ડાબા ખૂણે Apps and Websites હેઠળ Edit your Settings ક્લિક કરો. જ્યાં Apps you useની યાદીમાંથી ઉપયોગ કરેલી એપ્લિકેશનને રિમૂવ કરી દો. નકામી હોય તેવી એપ્લિકેશનને રિમૂવ કરવાની નિયમિત ટેવ રાખો.

શું તમે માનો છો કે તમારો પાસવર્ડ સ્ટ્રોન્ગ છે?

Do you believe your password is strong enough? Check this out

શું તમે માનો છો કે તમારો પાસવર્ડ સ્ટ્રોન્ગ છે?

તો તમે એ જાણી લો કે હેકર્સ દર એક મિનિટે 16 કેરેક્ટર્સના મજબૂત કહેવાતા એવા 6 પાસવર્ડ તોડી પાડે છે. ફક્ત એક પ્રયોગ દરમ્યાન જ હેકર્સ 16449 જેટલા પાસવર્ડને 90% ક્રેક કરવામાં સફળ થયાં હતાં.
આજના જમાનામાં નેટીઝન ઓનલાઈન બેન્કિંગ, સોશ્યલ મિડીયા અને ટિકિટ બુકીંગ જેવી મહત્વની સર્વિસનો ઉપયોગ વેબસાઈટ દ્વારા કરતી થઈ છે ત્યારે તમારા ઓનલાઈન એકાઉન્ટ સલામત છે કે નહીં તેવો યક્ષપ્રશ્ન ઊભો થાય છે. જો આમ જોઈએ તો એકાઉન્ટને સેફ રાખવા માટે માત્ર ને માત્ર એક પાસવર્ડ જ તમારો સહારો હોય છે. તો જ્યારે જો પાસવર્ડ જ સેફ ન હોય અને હેકર્સની કાળી નજર તમારા એકાઉન્ટ પર પડતી હોય ત્યારે ચિંતા વધુ થઈ જાતી હોય છે.

ગત માર્ચ મહિનામાં જ એક વેબસાઈટના એડિટર જે પાસવર્ડ ક્રેકિંગ માટે નવો નિશાળયો ગણાય તેણે લગભગ 16000 જેટલા ક્રિપ્ટોગ્રાફ કરેલા પાસવર્ડનું એક લિસ્ટ ડાઉનલોડ કર્યું હતું. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે એક એડિટર જે પાસવર્ડ ક્રેકિંગમાં ઝીરો નોલેજ ધરાવે છે તે આમ કરી શકે છે તો એક એક્સપર્ટ હેકર તો શું કરી શકે છે એ તમે જ વિચારી શકો છો.
આપણે ઘણી વાર સાંભળ્યું છે કે હેકર્સ પાસવર્ડ ક્રેક કર્યા ને એવું બધું. પરંતુ કમ્પ્યૂટરના આ દુશ્મનો વેબસાઈટમાં સ્ટોર થયેલા જટિલ પાસવર્ડને પણ તોડી પાડવામાં સફળ કેવી રીતે રહે છે તેના વિશે સમજીએ. સૌપ્રથમ તો જે-તે વેબસાઈટના સોફ્ટવેર ડેવલોપર્સ પાસવર્ડને સિક્યોર બનાવવા માટે ઘણી મહેનત કરતા હોય છે. વેબસાઈટના ડેટાબેઝમાં એક પ્રકારે પાસવર્ડ સ્ટોર થતો હોય છે પરંતુ જ્યારે તે સ્ટોર થતો હોય છે ત્યારે સિમ્પલ ટેક્સ્ટના બદલે હૅશ વેલ્યુમાં કન્વર્ટ થઈને સૅવ થતો હોય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો gujaratguardian પાસવર્ડની હૅશ વેલ્યુ કંઈક આવી હશે a86064f5524e232a6e0a327b4651a0a3. જ્યારે જો પાસવર્ડનો કોઈ પણ કેરેક્ટર કેપિટલ કરી દેવામાં આવે તો પણ તેની વેલ્યુ પણ નવી જ બનતી હોય છે.

પાસવર્ડ કેવી રીતે સિક્યોર બને છે?

વેબસાઈટ કે સોફ્ટવેર પાસવર્ડને સીધેસીધી સિમ્પલ ટેક્સ્ટ ફોર્મમાં સેવ નથી કરતી પરંતુ તેની હૅશિંગ વેલ્યુ બનાવીને સ્ટોર કરે છે. હૅશિંગ (Hashing) એ એક પ્રકારની મેથમેટકિલ ફંક્શન છે જેમાં નંબર અને અક્ષરોનો યુનિક મેળ કરીને એક અટપટી વેલ્યુ વેબસાઈટ (સોફ્ટવેર) દ્વારા જનરેટ કરવામાં આવે છે. હૅશિંગ પાસવર્ડ તોડવા માટે હુમલો કરનારની કામગીરી મુશ્કેલીભરી બનાવે છે જેમાં હૅશ વેલ્યુમાંથી પાસવર્ડ કાઢવો લોઢાના ચણા ચાવવા જેવું બની જતું હોય છે. એટલે જો ફક્ત હૅશ વેલ્યુનું લિસ્ટ મળી જાય તો પણ સિમ્પલ ટેક્સ્ટનો પાસવર્ડ સરળતાથી મળી શકતો નથી.

ત્યાર બાદ તેમાં ક્રિપ્ટોગ્રાફી પ્રક્રિયાનું મીઠું ઉમેરવામાં આવે છે જેથી પાસવર્ડને હજુ પણ મજબૂત બનાવી શકાય. આ પ્રોસેસમાં હૅશિંગ બનાવતી વખતે પાસવર્ડની આગળ અથવા તો પાછળ રેન્ડમ નંબર, કેરેક્ટર કે અક્ષર ઉમેરવામાં આવે છે જેથી હેકર્સ હૅશ વેલ્યુ મેચ કરવા માટે સિમ્પલ ટેક્સ્ટ નાંખીને પાસવર્ડ ક્રેક ન કરી શકે.


પાસવર્ડ ક્રેક કરવા માટે જુદી જુદી રીત અપનાવવામાં આવતી હોય છે જેમાં હેકર્સ પોતાની મુજબ બ્રૂટ ઍટેક (Brute- Force Attack), હાઈબ્રીડ ઍટેક (Hybrid Attack), માર્કોવ ઍટેક (Markov Chains), માસ્ક ઍટેક (Mask Attack) જેવી પાસવર્ડ ક્રેક કરવાની પદ્ધતિઓનો ઉપયોગ હેકર્સ કરતાં હોય છે.



બ્રૂટ-ફોર્સ ઍટેક

પાસવર્ડ તોડી પાડવા માટે આ પ્રકારના કરવામાં આવતા હુમલામાં કમ્પ્યૂટર પોતાનું દિમાગ દોડાવીને બને તેટલાં શક્ય ‘a’ થી શરૂ થઈને ‘//////’ અંત સુધીમાં 6 કેરેક્ટર્સના કોમ્બિનેશન કરીને પાસવર્ડની શોધ ચલાવે છે. આ પ્રક્રિયા દરમ્યાનના ફર્સ્ટ રાઉન્ડમાં 32 સેકન્ડમાં લગભગ 1316 પ્લેન ટેક્સ્ટ પાસવર્ડ મળી આવ્યાં હતાં. જ્યારે સાત અને આઠ કેરેક્ટર્સના અનુક્રમે 1618 અને 708 પાસવર્ડ તોડી પાડવામાં સફળતા મળી હતી.

હાઈબ્રીડ ઍટેક

બ્રૂટ-ફોર્સ ઍટેક અને ડિક્શનરી ઍટેકને મિક્સ કરીને આ પ્રકારના હુમલા કરવામાં આવે છે અને આ હેકર્સ ગ્રુપની સૌથી ફેવરિટ અને ફાયદાકારક પદ્ધતિ છે. ક્રિપ્ટોગ્રાફી કરેલા પાસવર્ડને ક્રેક કરવામાં સૌથી વધુ કામ લાગતા આ ઍટેકમાં હેકર્સ નંબર અને સિમ્બોલ્સના 2 કેરેક્ટર્સ તેમની ડિક્શનરીના શબ્દોની અંતમાં મૂકીને સર્ચ કરે છે. જેના શક્ય એટલા કોમ્બિનેશન્સ સર્ચ કરવામાં આવે છે. આ પ્રયોગમાં 11 મિનિટ 25 સેકન્ડ્સમાં 585 પ્લેન પાસવર્ડ મળી આવ્યાં હતાં. ત્યાર બાદ ત્રણ, ચાર અને પાંચ કેરેક્ટર્સને અંતમાં મૂકીને સર્ચ કરતા કુલ પાંચ કલાકમાં 12935 પાસવર્ડનો ઢગલો મળી આવ્યો હતો.

માર્કોવ ચેઇન્સ ઍટેક

સૌથી જટિલ ગણાતી આ પદ્ધતિ એક પ્રકારની મેથેમેટિકલ સિસ્ટમ છે. જે જટિલ ગણાતા પાસવર્ડને ક્રેક કરવા માટે ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં પહેલાં પ્લેન ટેક્સ્ટ પાસવર્ડ ક્રેક કરાયેલા હોય તેમાં ધારણાઓ કરીને એક પ્રકારની એનાલિસિસ કરવાનું કમ્પ્યૂટરને શીખવવામાં આવે છે અને ત્યાર બાદ પાસવર્ડની વચ્ચે પોતાની જાતે જ અમુક કેરેક્ટર્સ મૂકીને પાસવર્ડના કોમ્બિનેશન્સની શોધ ચલાવે છે.

સામાન્ય રીતે પાસવર્ડમાં લોકો પ્રથમ અક્ષર કેપિટલ, વચ્ચે લોઅર-કૅસ લેટર્સ અને અંતમાં સિમ્બોલ્સ અને નંબર રાખતાં હોય છે જેથી આ જ પ્રકારને કમ્પ્યૂટરને પાસવર્ડ સર્ચ કરવાનું આ ઍટેકમાં શીખવવામાં આવે છે. આ પ્રયોગમાં આશરે 14 કલાકમાં  1699 જેટલાં જટિલ પાસવર્ડ ક્રેક થયા હતાં.

માર્કોવ એટેક્સ દ્વારા પાસવર્ડ મેળવવાના એક પ્રયોગ દરમ્યાન જાણવા મળ્યું હતું કે જે લોકો એકબીજાને નથી જાણતા તેઓ પણ એક જ સાઈટમાં સરખા પાસવર્ડ રાખતાં હોય છે.

માસ્ક ઍટેક

આ ઍટેક હાઈબ્રીડ ઍટેકની જેમ જ કામ કરે છે પરંતુ અહીં હેકર્સ કોમન અક્ષરને નંબર વડે રિપ્લેસ કરી દેતાં હોય છે. જેમ કે ‘e’ ને બદલે ‘3’ નો ઉપયોગ કરીને સર્ચ કરવામાં આવે છે. આ પદ્ધતિ હાઈબ્રીડ કરતાં ઓછો ટાઈમ લે છે તેમ માનવામાં આવે છે.
advertisement

જટિલ ગણી શકાય તેવા અમુક પાસવર્ડ જે ક્રેક થયા

જુઓ હેકર્સ દ્વારા કેટલાંક પાસવર્ડ તોડી પડાયા હતાં જે લાંબા, સ્ટ્રોન્ગ અને ધ્યાનમાં આવ્યાં તેવા પાસવર્ડને ક્રેક કરવામાં આવ્યાં હતાં તેનું લિસ્ટ
k1araj0hns0n
Sh1a-labe0uf
Apr!l221973
Qbesancon321
DG091101%
@Yourmom69
ilovetofunot
windermere2313
tmdmmj17 and
BandGeek2014
all of the lights
i hate hackers
allineedislove
ilovemySister31,
iloveyousomuch
Philippians4:13
Philippians4:6-7
qeadzcwrsfxv1331
આવા પાસવર્ડ ક્યારેય ન રાખો
તમારો પાસવર્ડ સહેલાઈથી કોઈ અનુમાન લગાવી ન શકે તેવો રાખવો. અહીં અભ્યાસ અનુસાર ટોપ 15 પાસવર્ડ જે એકદમ કોમન છે અને કોઈ પણ વ્યક્તિ તેનું સહેલાઈથી અનુમાન કરી મેળવી શકે છે તેની યાદી
123456 (જેવા નંબરની સીરીઝ)
password
iloveyou
55555 (પાંચ વખત 5 વગેરે)
princess
rockyou
qwerty (keyboardની ઉપરની લાઈનમાં)
monkey
letmein
abc123
password1
access
myspace1
bond007
captain
અને છેલ્લે... તમારું નામ તો પાસવર્ડ તરીકે ભૂલથી પણ ક્યારેય ન રાખો.
 
 
 પાસવર્ડ ક્રેકિંગ સંબંધિત ઘટનાઓ

જુલાઈ 16, 1998માં CERT (computer emergency response team) દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યું હતું કે 1,86,126 એન્ક્રિપ્ટીડ પાસવર્ડ હેકર્સના હાથમાં આવી ગયાં છે. જ્યાં સુધી ટીમ દ્વારા એ હેકર્સને શોધી પડાયા ત્યાં  સુધીમાં તેમણે 47,642 પાસવર્ડ ક્રેક કરી દીધાં હતાં.

ડિસેમ્બર 2009માં Rockyou.com વેબસાઈટ પર હેકર્સ દ્વારા SQL ઇન્જેક્શન પદ્ધતિ દ્વારા 32 મિલિયન પાસવર્ડની ચોરી કરવામાં આવી હતી. વેબસાઈટમાં પાસવર્ડ એન્ક્રિપ્શન કર્યા વિના સિમ્પલ ટેક્સ્ટ ફોર્મમાં ડેટાબેઝમાં સ્ટોર કરવામાં આવ્યાં હતાં. હેકર્સ દ્વારા આ 32 મિલિયન પાસવર્ડનું લિસ્ટ (કોઈ અન્ય માહિતી સિવાય) જાહેર કરવામાં પણ આવ્યું હતું.

જૂન 2011માં NATOએ પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેમાં તેમની ઈ-બુક શોપના રજિસ્ટર્ડ યુઝર્સના ફર્સ્ટ, લાસ્ટ નેમ સાથે તેમના યુઝરનેમ અને પાસવર્ડને જાહેર કરી દેવામાં આવ્યાં હતાં.

જુલાઈ 2011ના રોજ એક અમેરિકન કન્સલ્ટિંગ કંપની જે પેન્ટાગોન સાથે કામ કરતી હતી તેમાંથી 90000 મિલિટરી ઓફિસર્સની લોગ-ઈન માહિતી ચોરી લેવામાં આવી હતી.

જુલાઈ 18, 2011ના રોજથી હોટમેલ દ્વારા 123456 પાસવર્ડને બૅન કરી દેવામાં આવ્યો છ


હેકર્સ ગ્રુપના પ્રકાર

વ્હાઈટ હેટ :
આ પ્રકારનો હેકર એ વ્યક્તિ છે જે કોમ્પ્યુટર સિક્યોરીટી તોડે છે પરંતુ જે નિઃસ્વાર્થ ભાવે અથવા તો અજાણતા થઈ હોય છે. કોઈ પણ દ્વેષ ભાવનાથી નહિ પરંતુ ક્રિમિનલ હેકર્સથી બચવા તેમના કોડ અને ટેકનોલોજીને સમજવા માટેનો કોઈ પ્રયોગ દ્વારા થયેલી પ્રવૃત્તિ હોય છે. કોઈ પણ કંપનીની ટેકનિકલ ટીમ આ પ્રકારની પ્રવૃત્તિ હેકર્સથી બચવા માટે કરતી હોય છે.
ગ્રે હેટ :
આ હેકર્સને 'કુશળ હેકર્સ' તરીકે ઓળખી શકાય અને તેઓ હેકીંગ કોઈક વાર લીગલી, સારા કામ માટે અથવા તો પાતાની ટેકનોલોજી જ્ઞાનની પ્રસિદ્ધિ માટે કરતાં હોય છે. ગ્રે હેટ હેકર્સ હંમેશા પોતાના સ્વાર્થ ખાતર કે કંઈક મેળવવા અર્થે પ્રવૃત્તિ નથી કરતાં.
બ્લુ હેટ :
આ પ્રકારના હેકર્સ કોમ્પ્યુટર સિક્યોરીટી કન્સલ્ટન્ટસ હોય છે જે કોઈ પણ સીસ્ટમ કે સોફ્ટવેરને લોન્ચ કરતાં પહેલાં તેની ખામી કે સફળતાને ચકાસવા માટે કરતાં હેકીંગની પ્રવૃત્તિ કરતાં હોય છે. માઈક્રોસોફ્ટ પોતાની સિક્યોરીટીને લગતાં પ્રોડક્ટ્સની શ્રેણી માટે આ જ પદ્ધતિ અપનાવે છે.
બ્લેક હેટ :
આ હેકર્સ એટલે કોમ્પ્યુટરના આતંકવાદીઓ જે કોમ્પ્યુટર સિક્યોરીટી બિનઅધિકૃત રીતે તોડે છે. તેઓ ટેકનોલોજીનો ઉપયોગ આતંકવાદ, દુશ્મનાવટ, ક્રેડિટ કાર્ડની માહિતી ચોરી કરવા, પર્સનલ માહિતીઓ લેવાં, ટેકનોલોજીનું જ્ઞાાન ચોરી કરવા અને બીજાં ઘણાં બધાં ગુનાઓ કરવા માટે હેકીંગ કરતાં હોય છે.
સ્ક્રિપ્ટ કીડી :
આ પ્રકારનો હેકર એ છે જે કોમ્પ્યુટર સિક્યોરીટીમાં નિપૂણ નથી પરંતુ કોઈ બીજા દ્વારા બનાવેલી સ્ક્રિપ્ટ કે ટેકનોલોજી ટુલ્સ દ્વારા હેકીંગ કરે છે.
હેક્ટીવીસ્ટ :
આ હેકર્સ ગ્રુપ ટેકનોલોજી દ્વારા રાજકીય વિચારસરણી કે સંદેશા ફેલાવવા માટેની પ્રવૃત્તિ કરતાં હોય છે.

જાણો ગૂગલ પ્લસ વિશે થોડું વધુ

જાણો ગૂગલ પ્લસ વિશે થોડું વધુ

ફેસબુકના ફેસ પર ચિંતાના વાદળો ઘેરાવી દેનાર ગૂગલ પ્લસની ચર્ચા હાલમાં નેટીઝનોના ચર્ચાના ઓટલે મોખરે છે. ફેસબુક અને ગૂગલ એકબીજાના ફેન્સ કોણ ચઢિયાતું છે તેની પળોજણમાં લાગી ગયાં છે. બટ, આવો જોઈએ ગૂગલ પ્લસમાં આખરે છે શું?

ગઈ વખતે આપણે ગૂગલ પ્લસ અને ફેસબુકની સરખામણી કરી જોઈ. આજે ગૂગલ પ્લસના હોમપેજ પર દેખાતા ફીચર્સ વિશે આપણે જાણીશું જેથી તેનો ઉપયોગ શું છે અને તેની કેટલી જરૃરિયાત છે તેનો ખ્યાલ સીધો જ આવી જશે.

તમારા ફ્રેન્ડ્ઝને મેનેજ કરવા માટે ગૂગલ પ્લસમાં Circleનું ઓપ્શન આપવામાં આવ્યું છે. ફેસબુક કરતાં અહીં અલગ એ છે કે તમે કોઈ વ્યક્તિગત મિત્ર સાથે કોઈ પણ માહિતી શેર કરી શકતાં નથી અને ફક્ત સર્કલ મુજબ જ માહિતી શેર કરી શકાય છે. એટલે કે ફેસબુકની જેમ તમે અહીં કોઈ મિત્રની વોલ પર પોસ્ટ કરી શકશો નહીં. આ વિભાગમાં તમે તમારી ઈચ્છા મુજબના સર્કલ ઉમેરી શકો છો વળી, તમારા મિત્ર કે અન્ય કોઈએ તમને તેમના ફ્રેન્ડ સર્કલમાં એડ કર્યા છે કે નહીં તેની પણ માહિતી આપે છે.

પ્લસ પોઈન્ટ - ડ્રેગ એન્ડ ડ્રોપની ફેસિલિટી ખરેખર સરળતાનો એક ઝક્કાસ અનુભવ કરાવે છે.

Stream
ગૂગલ પ્લસમાં લોગઈન થતાંની સાથે જ હોમ સ્ક્રીન પર ફ્રેન્ડ્ઝની અપડેટ્સ જોવા મળતી વચ્ચેનો ભાગ Stream બતાવે છે (ફેસબુકમાં News Feed / Wall). અહીં આપેલા બોક્સમાં તમે મેસેજની સાથે સાથે બાજુના બટન પર ક્લિક કરીને ફોટો, વિડીયો, લિન્ક તેમ જ લોકેશન પણ શેર કરી શકો છો. વિડીયો શેરિંગના ચાહકો માટે યુટયુબ અને ડાયરેક્ટ ફોનમાંથી વિડીયો શેર કરવાના ઓપ્શન તેમને વધુ રોમાંચિત કરી મૂકશે. આ ઉપરાંત શેર કરતી વખતે તમે જે-તે Stream પોસ્ટ કોની સાથે શેર કરી શકો (ફક્ત સર્કલ મુજબ) તે પણ સિલેક્ટ કરી શકો છો. વળી, ડાબી બાજુમાં પણ Stream હેડિંગની હેઠળ તમારા Circleના નામ દેખાય છે જેના પર ક્લિક કરીને જે-તે સર્કલ મુજબ સ્ટ્રીમ પોસ્ટ જોઈ શકાય છે.

પ્લસ પોઈન્ટ - રિયલ ટાઈમ ફોટો અને વિડીયો પણ શેર કરી શકાય તેમ જ લોકેશન પણ અહીંથી જ સિલેક્ટ કરી શકાય છે. તમારી પોસ્ટ અન્ય કોઈ શેર ન કરી શકે તેની માટે પણ તમે પોસ્ટની જમણી બાજુના 'એરો'ના બટન પર ક્લિક કરીને Disable reshare પણ કરી શકો છો.

ગૂગલ પ્લસમાં ફોટો શેરિંગ માટે ઘણાં ઓપ્શન આપવામાં આવ્યાં છે. જ્યાં તમે ડાયરેક્ટ ફોટો અપલોડ કરી શકો છો તેમ જ તમારા પિકાસા આલબમ કે ગૂગલ પ્રોફાઈલમાં અપલડો કરેલા આલબમમાંથી પણ ફોટો સિલેક્ટ કરીને શેર કરી શકાય છે.  આ ઉપરાંત આ વિભાગમાં તમે તમારા સર્કલમાંથી મિત્રોએ કરેલા અપલોડ કરેલા ફોટો માટેનું પણ એક અલગ સેક્શન આપવામાં આવ્યું છે.

પ્લસ પોઈન્ટ - મોબાઈલમાંથી ઈન્સ્ટન્ટ ફોટો અપલોડ કરી શકાય છે, તેમ જ ફક્ત સર્કલમાંના મિત્રોએ અપલોડ કરેલા ફોટો જોવા માટેનું અલગ ઓપ્શન

Hangouts
મિત્રોને મળવા માટે આજની જનરેશનનો પોતાનો અલાયદા શબ્દ 'હેંગઆઉટ' પરથી જ રાખવામાં આવેલી આ ર્સિવસનું કામ પણ એ જ છે અને એ પણ આજની જનરેશનની ફેવરિટ વર્ચ્યુઅલ સ્ટાઈલમાં. Hangouts માં તમે તમારા કોઈ પણ સર્કલ સાથે વિડીયો ચેટિંગ કરી શકો છો. આ સેવાનો ઉપયોગ કરવા માટે ગૂગલ એક સોફ્ટવેર સૌપ્રથમ ઈન્સ્ટોલ કરે છે ત્યાર બાદ વિડીયો ચેટિંગ કરી શકાય છે. જ્યારે તમે કોઈને પણ હેંગઆઉટ માટે આમંત્રણ આપો છો ત્યારે જેટલાં મિત્રો હેંગઆઉટમાં હાજર હશે તેમની સ્ટ્રીમમાં પોસ્ટ તરીકે આમંત્રણ જશે. કોઈ એક વ્યક્તિ ગમે ત્યારે હેંગઆઉટ શરૂ કરી શકે છે અને તેની એક લિંક બને છે જેના દ્વારા અન્ય કોઈને પણ આમંત્રણ આપી શકાય છે. યાદ રાખો કે હેંગઆઉટ દરમ્યાન જો તમને કોઈ પસંદ ન હોય તો તમે તેને બહાર કાઢી નથી શકતાં બલ્કે તમને પસંદ ન હોય તો તમારે જ ત્યાંથી અલવિદા કહેવું પડશે.

પ્લસ પોઈન્ટ - હેંગઆઉટ ફીચર જ પ્લસ પોઈન્ટ છે.

Chat
ફેસબુકમાં જે લોકો ચેટિંગના રસિયાઓ છે તેમને અહીં સૌપ્રથમ ફેસબુક ફ્રેન્ડ સાથે ચેટ કરવા માટે ગૂગલ પ્લસના ફ્રેન્ડ સાથે ચેટિંગ કરવા માટે થોડી તકલીફ જણાતી હશે. પરંતુ  ગૂગલ પ્લસે તમને અહીં ફક્ત ગૂગલ પ્લસના ફ્રેન્ડ નહીં પરંતુ Gtalk, gmail, igoogle અને Orkut ના મિત્રો સાથે પણ ચેટિંગ કરી શકાય તેવું અલાયદું હોમપેજ ઉપર ડાબી બાજુ ચેટ બોક્સ આપ્યું છે. જેમાં તમે ફ્રેન્ડને ઓનલાઈન જોઈ શકો છો. જે ફ્રેન્ડ ન દેખાતો હોય તેને ચેટ માટે આમંત્રણ પણ ત્યાંથી સરળતાથી આપી શકાય છે.

+ પોઈન્ટ - ગૂગલ પ્લસ સિવાયના પણ જે અત્યાર સુધી જીમેલ અને જીટોક પર હતા તેની સાથે પણ અહીંથી જ ચેટ કરી શકાય છે. વળી, ઓફલાઈન રહીને પણ ચેટિંગ થઈ શકે છે તે ફાયદામાં વળી, વિડીયો કે વોઈસ ચેટ પણ વન-ટુ-વન કરી શકાય છે.

Sparks
આ વિભાગ ખાસ કરીને તમને ગમતા વિષય પર માહિતી મેળવવા માટે છે. જેમાં 'સ્પાર્ક્સ' વિભાગમાં તમે જે કેટેગરી સિલેક્ટ કરો તે મુજબ જે-તે સ્ટોરી તમારા 'સ્ટ્રીમ' સ્ક્રીન પર દેખાતી રહેતી હોય છે. જો તમે ઈચ્છો તે સ્ટોરી તમે શેર બટન દ્વારા અન્ય સાથે પણ શેર કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા પોતાનો વિષય પણ ત્યાં એન્ટર કરીને તેને તમારા સ્પાર્ક્સ વિભાગમાં એડ તેમ જ રિમૂવ પણ કરી શકો છો.

+ પોઈન્ટ - ગૂગલ પાસે ઇન્ટરનેટની માહિતીનો અવિરત ખજાનો હોવાથી તેટલી પસંદગીના વિષય પર વધુ માહિતી મળી રહેશે.

Above article published in Sandesh – A Leading Gujarati daily. Covered in ‘Ardha Saptahik’ Supplement