યુટ્યૂબ પર આખી દુનિયાના પાર વગરના વીડિયોઝ મળી રહે છે, તમે
શોધી શોધીને અને જોઈ જોઈને થાકો તોય ક્યારેય ખૂટે નહીં, પણ વીડિયો ઓપન કરીને તરત જોવાનું લગભગ શક્ય ન
બને. વીડિયો થોડું ચાલે, અટકે, બફરિંગ થાય, વળી થોડું જોવા મળે, વળી અટકે,
વળી બફરિંગ થાય... પરિણામે કાં તો આપણે વીડિયો જોવાનું માંડી વાળીએ
સારી રીતે વિડીઓ જોવા માટે આ સુવિધાનો લાભ લેવા જેવો છે.
એ માટે ફક્ત આટલું જ કરવાનું છે - http://www.youtube.com/feather_beta
પર જાઓ અને Join the "Feather" Beta લિંક પર ક્લિક કરી દો. યુટ્યૂબ ચોખવટ
કરે છે કે આ સુવિધા હજી બીટા ફેઝમાં છે અને બધા જ વીડિયો માટે એ ચાલુ ન પણ
હોય. તમે ફીધર મોડમાં વીડિયો જોતા હશો ત્યારે જમણી તરફ એક બોક્સ જોવા મળશે,
જેમાં આપેલા વિકલ્પની મદદથી, તમે ફરી રેગ્યુલર વીડિયો મોડમાં જઈ શકો છો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો