દરેક ફેસબુક યુઝરે જાણવા જેવા ઉપયોગી પ્રાઈવસી સેટિંગ્સ
કમ્પ્યૂટરથી
દૂર થવાય પરંતુ ફેસબુકથી દૂર ન રહેવાય તેવી સગવડને પણ હોંશેહોંશે મોબાઈલ
ફેસબુક દ્વારા એક્ટિવેટ કરીને ચોવીસ કલાક ફેસબુક પર સુપર એક્ટિવ બનવાનો
પ્રયત્ન યુઝર્સ કરતા હોય છે. આવા સંજોગોમાં દરેક યુઝર દ્વારા ફેસબુક પર
વર્ચ્યુઅલ લાઈફ જીવવાની એક અતિશયોક્તિ થતી જણાઈ રહી છે ત્યારે તમારી ટેવને
બદલી ન શકો તો કાંઈ નહીં પરંતુ તેના ગેરફાયદાને ધ્યાનમાં રાખીને થોડાં
સાવચેતીનાં પગલાંરૂપે અમુક પ્રાઈવસી સેટિંગ્સથી માહિતીગાર થઈ તેનો અમલ કરવો
હિતાવહ રહેશે.
Friends List મેનેજ કરો
હજુ
પણ કેટલાંય એવા હશે જે ફેસબુકનો ઉપયોગ તો દિવસ-રાત (બપોર અને સાંજે પણ)
કરતા હશે, પરંતુ તેમ છતાં ફ્રેન્ડ્ઝ લિસ્ટ વિશે ઝાઝું જાણતા નહીં હોય.
ફ્રેન્ડ્ઝ લિસ્ટ એટલે તમારા મિત્રોની યાદી નહીં પરંતુ તમારા મિત્રોની
યાદીમાં કેટેગરી મુજબ ગ્રુપને ફ્રેન્ડ્ઝ લિસ્ટ કહે છે. જેના દ્વારા તમે
ફેસબુકના ફ્રેન્ડ્ઝને તમારા રિલેશન મુજબ વહેંચી શકો છો. દા.ત ઓફિસ, ફેમિલી,
બિઝનેસ, બેસ્ટ ફ્રેન્ડ્ઝ, ક્લબ ફ્રેન્ડ્ઝ વગેરે. આ રીતે મેનેજ કરવામાં
સૌથી મોટો ફાયદો એ છે કે તમે ગ્રુપ મુજબ તમારું પ્રાઈવસી સેટિંગ કરી શકો
છો. જેમ કે તમારી પર્સનલ પાર્ટીના ફોટો બેસ્ટ ફ્રેન્ડ્ઝ જ જોઈ શકે અને ઓફિસ
ગ્રુપ ન જોઈ શકે તે પ્રમાણે સેટિંગ કરી શકો છો.
Friends
List ની કેટેગરી બનાવવા માટે Account > Edit Friends માં જઈ ઉપરના જમણે
ખૂણે Create a list પર ક્લિક કરી ગ્રુપનું ટાઈટલ આપી દો. ત્યાર બાદ તેમાં
જે-તે ફ્રેન્ડઝને એડ કરી દો. બે અલગ અલગ ગ્રુપમાં એક જ ફ્રેન્ડને તમે એડ
કરી શકો છો. આમ કર્યા બાદ પ્રાઈવસી સેટિંગમાં જઈને Customize Settingsમાં
જે-તે એક્ટિવિટી (પોસ્ટ, ફોટો શેરિંગ વગેરે) ઓપ્શનમાં Customize સિલેક્ટ
કરી Make this visible to ડ્રોપ ડાઉન મેનુમાં Specific people સિલેક્ટ કરી
નીચે બોક્સમાં Friend group (જે તમે અગાઉ ફ્રેન્ડ ગ્રુપ બનાવ્યું હોય તે
નામ) ટાઈપ કરો. જેથી તે ગ્રુપ સીમિત જ શેરિંગ રહેશે. તેમ જ જ્યારે પણ ફોટો,
આલબમ કે વીડિયો શેર કરવો હશે ત્યારે પણ તમે જમણી બાજુના બટન પર ક્લિક
કરીને આ ઓપ્શન દ્વારા ગ્રુપ મુજબ શેરિંગ કરી શકો છો.
Facebook Search Resultsમાંથી પોતાની પ્રોફાઈલ દૂર કરો
પ્રાઈવસી
અને સિક્યોરિટી ઇચ્છતા હોવ તો ફેસબુક સર્ચ રિઝલ્ટમાં તમારી પ્રોફાઈલ ન
દેખાય તેમ કરો. ખાસ કરીને અમુક વર્ગના લોકો માટે આ સેટિંગ ઉપયોગી છે જેમ કે
શિક્ષકો ઇચ્છતા હોય છે કે તેમનું ફેસબુક એકાઉન્ટ ફેસબુકમાં સર્ચ કરીને
વિદ્યાર્થીઓ ન મેળવે. આ ઉપરાંત કંપનીના બોસ ઇચ્છે કે તેમના દરેક કર્મચારી
ફેસબુક દ્વારા તેમની પર્સનલ લાઈફથી પરિચિત ન રહે. સૌથી મહત્ત્વની વાત કે
સિક્યોરિટી માટે આ સેટિંગ કરેલું હોય તો સલામત રહેવાય છે.
આ
માટે Account > Privacy settings માં જાઓ ત્યાં સૌથી પહેલું ઓપ્શન
Connecting on Facebook છે જ્યાં View Settings પર ક્લિક કરો. ત્યાર બાદ
પ્રથમ ઓપ્શન Search for you on Facebookમાં Everyone દૂર કરી Friends કરી
દો.
Google સર્ચમાં દેખાતા બંધ થાઓ
જો
કદાચ ફેસબુક સર્ચમાં તમારી પ્રોફાઈલ દેખાતી રાખો તો ઠીક છે, પરંતુ ગૂગલ
સર્ચ રિઝલ્ટમાં ન દેખાય તેટલી તકેદારી તો તમારે લેવી જ જોઈએ. જેથી વણનોતરી
તકલીફ આવી ન પડે અને પર્સનલ ડેટા ચોરી તેમજ સાયબર બુલિંગથી બચી શકાય. આ
માટે તમારે Account > Privacy settings માં જઈ સૌથી નીચે Apps and
Websites ઓપ્શનમાં Edit your settings ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ સૌથી
છેલ્લા Public search ઓપ્શનમાં Edit settings બટન પર ક્લિક કરી Enable public search ઓપ્શનમાંથી ટિકમાર્ક દૂર કરી દો.
Photo / Video Tagging View કન્ટ્રોલ કરો.
ફેસબુકમાં
તમારા મિત્રો દ્વારા જે-તે ફોટો કે વીડિયો તમારા નામ પર ટેગ કરવામાં આવે
છે. જ્યારે આ ટેગિંગ કરેલા ફોટો-વીડિયો તમારા અન્ય મિત્રો કે દરેક યુઝર્સ
પણ જોઈ શકે તેવું સેટિંગ બાય ડિફોલ્ટ હોય છે. આવા સંજોગોમાં એવું થઈ શકે છે
ખરાબ વીડિયો કે ફોટો તમારી જાણ બહાર અન્ય દ્વારા ટેગ થયા હોવાના કારણે
તમારા મિત્રો, બોસ કે પરિવારન વડીલ પણ જોઈ જાય છે. આ પ્રકારની પ્રવૃત્તિથી
બચવા ટેગ થયેલા ફોટો-વીડિયો ફક્ત તમે જ જોઈ શકો તેમ સેટિંગ કરો.
આ
માટે Account > Privacy settings માં Customize Settings પર ક્લિક કરી
બીજા સેક્શનમાં Photos and videos you’re tagged હે ઓપ્શનને એડિટ કરી Only
Me સિલેક્ટ કરી દો.
તમારી પ્રોફાઈલની પર્સનલ માહિતી પ્રાઇવેટ રાખો
ફેસબુકની
પ્રોફાઇલની માહિતી બને ત્યાં સુધી પ્રાઇવેટ રાખો જેમ કે તમારી બર્થ ડેટ
ડિસ્પ્લેમાં સંપૂર્ણ તારીખ ન દેખાતાં ફક્ત તારીખ અને મહિનો દેખાય તેમ કરો,
કારણ કે હાલના ઈ-યુગમાં ઓનલાઈન કે ઈલેક્ટ્રોનિક વ્યવહારમાં સિક્યોરિટીના
હેતુરૂપે તમારી બર્થ ડેટ ખૂબ મહત્ત્વની ગણાય છે જેથી આ ગુપ્ત રહે તેટલું
સારું. આ માટે Profile પર ક્લિક કરી જમણે ઉપર ખૂણામાં Edit Profile બટન પર
ક્લિક કરો. ત્યાર બાદ Birthday માં Show only month & day in my
profile સિલેક્ટ કરો. આ ઉપરાંત Privacy settings માં Customize Settings
કરીને દરેક શેર થતી માહિતીને ડિફોલ્ટ ઓપ્શન બદલીને કન્ટ્રોલ કરો.
આવી જ વધુ કેટલીક વાતો હવે પછી...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો