શ્રી કન્યાશાળાની નાની નાની બાળાઓના સુંદર શૈક્ષણિક ઉપવનમાં આપનું સ્વાગત છે.

DO NOT FORGET TO VISIT AGAIN.HAVE A GOOD DAY.

જિંદગીનો આખો પ્રોગ્રામ જ સેટ થઇ ગયો હોય છે.આપણે તો આપણું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું હોય છે .

શનિવાર, 8 ફેબ્રુઆરી, 2014

જાણો ગૂગલ પ્લસ વિશે થોડું વધુ

જાણો ગૂગલ પ્લસ વિશે થોડું વધુ

ફેસબુકના ફેસ પર ચિંતાના વાદળો ઘેરાવી દેનાર ગૂગલ પ્લસની ચર્ચા હાલમાં નેટીઝનોના ચર્ચાના ઓટલે મોખરે છે. ફેસબુક અને ગૂગલ એકબીજાના ફેન્સ કોણ ચઢિયાતું છે તેની પળોજણમાં લાગી ગયાં છે. બટ, આવો જોઈએ ગૂગલ પ્લસમાં આખરે છે શું?

ગઈ વખતે આપણે ગૂગલ પ્લસ અને ફેસબુકની સરખામણી કરી જોઈ. આજે ગૂગલ પ્લસના હોમપેજ પર દેખાતા ફીચર્સ વિશે આપણે જાણીશું જેથી તેનો ઉપયોગ શું છે અને તેની કેટલી જરૃરિયાત છે તેનો ખ્યાલ સીધો જ આવી જશે.

તમારા ફ્રેન્ડ્ઝને મેનેજ કરવા માટે ગૂગલ પ્લસમાં Circleનું ઓપ્શન આપવામાં આવ્યું છે. ફેસબુક કરતાં અહીં અલગ એ છે કે તમે કોઈ વ્યક્તિગત મિત્ર સાથે કોઈ પણ માહિતી શેર કરી શકતાં નથી અને ફક્ત સર્કલ મુજબ જ માહિતી શેર કરી શકાય છે. એટલે કે ફેસબુકની જેમ તમે અહીં કોઈ મિત્રની વોલ પર પોસ્ટ કરી શકશો નહીં. આ વિભાગમાં તમે તમારી ઈચ્છા મુજબના સર્કલ ઉમેરી શકો છો વળી, તમારા મિત્ર કે અન્ય કોઈએ તમને તેમના ફ્રેન્ડ સર્કલમાં એડ કર્યા છે કે નહીં તેની પણ માહિતી આપે છે.

પ્લસ પોઈન્ટ - ડ્રેગ એન્ડ ડ્રોપની ફેસિલિટી ખરેખર સરળતાનો એક ઝક્કાસ અનુભવ કરાવે છે.

Stream
ગૂગલ પ્લસમાં લોગઈન થતાંની સાથે જ હોમ સ્ક્રીન પર ફ્રેન્ડ્ઝની અપડેટ્સ જોવા મળતી વચ્ચેનો ભાગ Stream બતાવે છે (ફેસબુકમાં News Feed / Wall). અહીં આપેલા બોક્સમાં તમે મેસેજની સાથે સાથે બાજુના બટન પર ક્લિક કરીને ફોટો, વિડીયો, લિન્ક તેમ જ લોકેશન પણ શેર કરી શકો છો. વિડીયો શેરિંગના ચાહકો માટે યુટયુબ અને ડાયરેક્ટ ફોનમાંથી વિડીયો શેર કરવાના ઓપ્શન તેમને વધુ રોમાંચિત કરી મૂકશે. આ ઉપરાંત શેર કરતી વખતે તમે જે-તે Stream પોસ્ટ કોની સાથે શેર કરી શકો (ફક્ત સર્કલ મુજબ) તે પણ સિલેક્ટ કરી શકો છો. વળી, ડાબી બાજુમાં પણ Stream હેડિંગની હેઠળ તમારા Circleના નામ દેખાય છે જેના પર ક્લિક કરીને જે-તે સર્કલ મુજબ સ્ટ્રીમ પોસ્ટ જોઈ શકાય છે.

પ્લસ પોઈન્ટ - રિયલ ટાઈમ ફોટો અને વિડીયો પણ શેર કરી શકાય તેમ જ લોકેશન પણ અહીંથી જ સિલેક્ટ કરી શકાય છે. તમારી પોસ્ટ અન્ય કોઈ શેર ન કરી શકે તેની માટે પણ તમે પોસ્ટની જમણી બાજુના 'એરો'ના બટન પર ક્લિક કરીને Disable reshare પણ કરી શકો છો.

ગૂગલ પ્લસમાં ફોટો શેરિંગ માટે ઘણાં ઓપ્શન આપવામાં આવ્યાં છે. જ્યાં તમે ડાયરેક્ટ ફોટો અપલોડ કરી શકો છો તેમ જ તમારા પિકાસા આલબમ કે ગૂગલ પ્રોફાઈલમાં અપલડો કરેલા આલબમમાંથી પણ ફોટો સિલેક્ટ કરીને શેર કરી શકાય છે.  આ ઉપરાંત આ વિભાગમાં તમે તમારા સર્કલમાંથી મિત્રોએ કરેલા અપલોડ કરેલા ફોટો માટેનું પણ એક અલગ સેક્શન આપવામાં આવ્યું છે.

પ્લસ પોઈન્ટ - મોબાઈલમાંથી ઈન્સ્ટન્ટ ફોટો અપલોડ કરી શકાય છે, તેમ જ ફક્ત સર્કલમાંના મિત્રોએ અપલોડ કરેલા ફોટો જોવા માટેનું અલગ ઓપ્શન

Hangouts
મિત્રોને મળવા માટે આજની જનરેશનનો પોતાનો અલાયદા શબ્દ 'હેંગઆઉટ' પરથી જ રાખવામાં આવેલી આ ર્સિવસનું કામ પણ એ જ છે અને એ પણ આજની જનરેશનની ફેવરિટ વર્ચ્યુઅલ સ્ટાઈલમાં. Hangouts માં તમે તમારા કોઈ પણ સર્કલ સાથે વિડીયો ચેટિંગ કરી શકો છો. આ સેવાનો ઉપયોગ કરવા માટે ગૂગલ એક સોફ્ટવેર સૌપ્રથમ ઈન્સ્ટોલ કરે છે ત્યાર બાદ વિડીયો ચેટિંગ કરી શકાય છે. જ્યારે તમે કોઈને પણ હેંગઆઉટ માટે આમંત્રણ આપો છો ત્યારે જેટલાં મિત્રો હેંગઆઉટમાં હાજર હશે તેમની સ્ટ્રીમમાં પોસ્ટ તરીકે આમંત્રણ જશે. કોઈ એક વ્યક્તિ ગમે ત્યારે હેંગઆઉટ શરૂ કરી શકે છે અને તેની એક લિંક બને છે જેના દ્વારા અન્ય કોઈને પણ આમંત્રણ આપી શકાય છે. યાદ રાખો કે હેંગઆઉટ દરમ્યાન જો તમને કોઈ પસંદ ન હોય તો તમે તેને બહાર કાઢી નથી શકતાં બલ્કે તમને પસંદ ન હોય તો તમારે જ ત્યાંથી અલવિદા કહેવું પડશે.

પ્લસ પોઈન્ટ - હેંગઆઉટ ફીચર જ પ્લસ પોઈન્ટ છે.

Chat
ફેસબુકમાં જે લોકો ચેટિંગના રસિયાઓ છે તેમને અહીં સૌપ્રથમ ફેસબુક ફ્રેન્ડ સાથે ચેટ કરવા માટે ગૂગલ પ્લસના ફ્રેન્ડ સાથે ચેટિંગ કરવા માટે થોડી તકલીફ જણાતી હશે. પરંતુ  ગૂગલ પ્લસે તમને અહીં ફક્ત ગૂગલ પ્લસના ફ્રેન્ડ નહીં પરંતુ Gtalk, gmail, igoogle અને Orkut ના મિત્રો સાથે પણ ચેટિંગ કરી શકાય તેવું અલાયદું હોમપેજ ઉપર ડાબી બાજુ ચેટ બોક્સ આપ્યું છે. જેમાં તમે ફ્રેન્ડને ઓનલાઈન જોઈ શકો છો. જે ફ્રેન્ડ ન દેખાતો હોય તેને ચેટ માટે આમંત્રણ પણ ત્યાંથી સરળતાથી આપી શકાય છે.

+ પોઈન્ટ - ગૂગલ પ્લસ સિવાયના પણ જે અત્યાર સુધી જીમેલ અને જીટોક પર હતા તેની સાથે પણ અહીંથી જ ચેટ કરી શકાય છે. વળી, ઓફલાઈન રહીને પણ ચેટિંગ થઈ શકે છે તે ફાયદામાં વળી, વિડીયો કે વોઈસ ચેટ પણ વન-ટુ-વન કરી શકાય છે.

Sparks
આ વિભાગ ખાસ કરીને તમને ગમતા વિષય પર માહિતી મેળવવા માટે છે. જેમાં 'સ્પાર્ક્સ' વિભાગમાં તમે જે કેટેગરી સિલેક્ટ કરો તે મુજબ જે-તે સ્ટોરી તમારા 'સ્ટ્રીમ' સ્ક્રીન પર દેખાતી રહેતી હોય છે. જો તમે ઈચ્છો તે સ્ટોરી તમે શેર બટન દ્વારા અન્ય સાથે પણ શેર કરી શકો છો. આ ઉપરાંત તમે તમારા પોતાનો વિષય પણ ત્યાં એન્ટર કરીને તેને તમારા સ્પાર્ક્સ વિભાગમાં એડ તેમ જ રિમૂવ પણ કરી શકો છો.

+ પોઈન્ટ - ગૂગલ પાસે ઇન્ટરનેટની માહિતીનો અવિરત ખજાનો હોવાથી તેટલી પસંદગીના વિષય પર વધુ માહિતી મળી રહેશે.

Above article published in Sandesh – A Leading Gujarati daily. Covered in ‘Ardha Saptahik’ Supplement

શું આપણે સતત ‘બિગ-બૉસ’ની નજર હેઠળ જીવી રહ્યાં છીએ?

શું આપણે સતત ‘બિગ-બૉસ’ની નજર હેઠળ જીવી રહ્યાં છીએ?

Are we living under surveillance? Explore reality
એડવર્ડ સ્નોડેન નામના કોન્ટ્રાક્ટરે અમેરિકા પોતાના નાગરિકોના ઇન્ટરનેટ અને ફોન કોલ્સના વ્યવહારોને આંતરિને તેમના પર આડકતરી રીતે જાપ્તો રાખે છે તેવી પોલ ખોલી હતી અને સમગ્ર વિશ્વમાં અમેરિકા ભારે ટીકાનો ભોગ બન્યું હતું.  તો શું ખરેખર અમેરિકા તમારા પર રાખી રહ્યું છે નજર? સીધી રીતે નજર રાખવું શક્ય છે? કઈ ટેકનોલોજી, કયા સોફ્ટવેર છે એવાં? શું ભારતમાં પણ આવી દેખરેખ રાખવાની કોઈ ટેકનોલોજી ઉપલબ્ધ છે? આવો નજર કરીએ આ ‘બિગ-બૉસ’ની નજર પર…
 

 
તમે ચોકક્સપણે નહીં ઇચ્છતા હોવ કે તમારા પર્સનલ ઇમેલ કોઈ વાંચે, તમારા વોટ્સએપના મેસેજીસ કોઈ જુએ કે પછી તમારા અંગત વિડીયો પર કોઈની નજર જાય. પરંતુ તમને જાણીને નવાઈ થાય કે ન થાય ઇન્ટરનેટ અને ટેલિકોમ્યુનિકેશન પર થતી તમારી આ દરેક હરકત પર ‘બિગ-બૉસ’ના કેમેરાની જેમ સતત કોઈ નજર રાખી રહ્યું છે. પરંતુ કોણ, શા માટે અને કેવી રીતે? બસ, આ જ જાણીશું આપણે આજે…

અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA) જે ભારતની ઇન્ટલીજેન્સ બ્યુરો (IB) કહેવાય તેની સાથે જોડાયેલા એક કોન્ટ્રાક્ટરે પોતાના કોન્ટ્રાક્ટ કરતા વધારે નાગરિકની પ્રાઈવસી અને ફ્રીડમ ઓફ સ્પીચને વધુ મહત્વ આપતા અમેરિકાની જાપ્તા રાખવાની માહિતી લીક કરી હતી. ત્યાર બાદ પોતાની વાતની સાબિતી આપવા માટે વધુ એક ઘટસ્ફોટ કરતાં વર્ષ 2008નું NSAના એક સોફ્ટવેરનું પ્રેઝન્ટેશન ડોક્યુમેન્ટ્સ બહાર પાડ્યું હતું જે સોફ્ટવેર દ્વારા અમેરિકા નાગરિકોની સંપૂર્ણ હલચલ પર નજર રાખી રહ્યું છે. હકીકતમાં અમેરિકાની ગુપ્તચર એજન્સી Xkeyscore સોફ્ટવેર દ્વારા વર્લ્ડની શ્રેષ્ઠ 9 ઇન્ટરનેટ કંપનીના સર્વરમાં ‘ડાયરેક્ટ એન્ટ્રી’ મેળવીને માહિતી આંતરવાનું કામ કરે છે. આ નવ કંપનીઓમાં ગૂગલ, એપલ, માઈક્રોસોફ્ટ, ફેસબુક, યાહૂ, AOL, સ્કાયપે, PalTalk, યુટ્યૂબનો સમાવેશ થાય છે.  
Xkeyscore તમારા વ્યવહારો પર ટેકનિકલી કેવી રીતે રાખી શકે છે નજર?
એહવાલમાં હાથ લાગેલા એક પ્રેઝન્ટેશનમાં નજર કરીએ તો Xkeyscore નામનું સોફ્ટવેર Widest-reaching એટલે કે શક્ય એટલી તમામ માહિતીઓને આંતરવાની ક્ષમતા ધરાવે છે. હવે જો તમને એમ થતું હોય કે આ સોફ્ટવેર અમેરિકાની એજન્સી ઉપયોગ કરે છે તો ભારતમાં રહીને અમારી માહિતીને વળી શું થવાનું? તો જરા દિમાગ પર જોર આપો અને જાણો કે ગૂગલનું જી-મેલ, ફેસબુકમાં ચેટ અને માહિતી અપલોડિંગ અને યુટ્યૂબ પરના તમારા વિડીયો આ બિગ કંપનીઓના અમેરિકામાં રહેલા સર્વર્સમાં જ સેવ થઈને રહે છે અને તેનો ડાયરેક્ટ એક્સેસ અમેરિકા પાસે છે. વળી, આ આંતરેલા ડેટાનો ખજાનો સેવ કરવા માટે NSA પાસે લગભગ દુનિયાભરમાં 150 જેટલા સ્થળો પર 700 જેટલા સર્વરમાં સેવ થાય છે જેમાંના કેટલાંક ભારતમાં પણ અડ્ડો જમાવી બેઠાં છે. ખરેખરમાં અમેરિકાના FISA (ફોરેન ઇન્ટેલીજન્સ સર્વાઈલન્સ એક્ટ) કાયદા હેઠળ અમેરિકી નાગરિક પર નજર રાખવા માટે વોરન્ટની જરૂર પડે છે જ્યારે વિદેશી નાગરિક પર જાપ્તો રાખવા માટે કોઈ પણ જરૂર હોતી નથી.


સોફ્ટવેરમાં રિયલ ટાઈમ સર્ચ ક્વેરી દ્વારા વેબસાઈટના ડેટાબેઝમાંથી સંપૂર્ણ માહિતીને મેટા ડેટા (
meta data) સાથે સેવ કરવામાં આવે છે. મેટા ડેટા એટલે એક પ્રકારનું એન્વોલપ (બીડેલું કવર) છે જેમાં ફોન કોલ કે ઇન્ટરનેટ કોમ્યુનિકેશનની માહિતી બીડેલી હોય છે.  જેમાં ફોન કોલની માહિતીમાં કોલનો સમય, ફોન નંબર અને ક્યારે થયાં તેની માહિતી હોય છે. જ્યારે ઇમેલની માહિતીમાં મોકલનાર અને મેળવનારની વિગત પરંતુ વિષય કે કન્ટેન્ટ ન હોય. વિપુલ પ્રમાણમાં રહેલાં ડેટાબેઝને સરળતાથી સર્ચ કરવા માટે મેટ-ડેટા દ્વારા સેવ કરવામાં આવે છે.



Xkeyscoreમાં એક પ્રકારના સેશન્સ (Sessions) બનાવવામાં આવે છે જેમાં ટેલિફોન નંબર્સ, યુઝરનેમ, લોગ-ઇન એક્ટિવિટી, ઈમેલ એડ્રેસ એવાં ભાગમાં બનાવાય છે. એટલે જ્યારે એનાલિસિસ્ટ ક્વેરી સર્ચ કરે ત્યારે આ સેશન્સ મેટા-ડેટા અને સંપૂર્ણ સેવ કરેલી માહિતી સાથે સંપર્કમાં આવીને સમગ્ર માહિતી પૂરી પાડવાનું કામ કરે છે.

Xkeyscoreનો એનાલિસ્ટ કમ્પ્યૂટર પર બેઠાં બેઠાં જ તમારી અત થી ઇતિ મેળવવા સક્ષમ છે. આ સોફ્ટવેર ઇન્ટરનેટ કંપનીઓના સર્વરમાં ઘૂસીને ક્વેરી પ્રોસેસ કરીને Plug-ins દ્વારા જે-તે યુઝરનું નામ, ટેલિફોન નંબર, IP એડ્રેસ, કી-વર્ડ્સ, બ્રાઉઝર ટાઈપ જેવી મુખ્ય માહિતીઓ પીરસવાનું કામ કરે છે. ત્યાર બાદ ફક્ત તમારા ઈ-મેલ આઈડી તમારી ઓળખ બની જાય છે અને જેના દ્વારા જ જોઈએ તે માહિતી મળી શકે છે. જ્યારે IP એડ્રેસ તમારું લોકેશન બતાવી દે છે.



પ્રેઝેન્ટેશન પર વિશ્વાસ કરીએ તો ઇ-મેલ પર નજર રાખવા માટે સોફ્ટવેરમાં વેબસાઈટના પેજમાંથી ઇ-મેલ બોડી (સંપૂર્ણ) મેસેજ, To, From, CC, BCC અને Contact Us જેવી માહિતીઓ આંતરિને સેવ કરી રાખે છે જેને બાદમાં સર્ચ કરી શકાય છે. સર્ચ કરવા માટે એનાલિસ્ટે ફક્ત યુઝરનું ઇમેલ આઈડી અને જસ્ટિફિકેશન (એક પ્રકારનું કારણ) અને ટાઈમ પિરિયડ આપવાનો રહે છે.  ત્યાર બાદ મળેલા રિઝલ્ટમાંથી જે-તે ઇમેલ કમ્યુનિકેશન NSA
Reading Softwareમાં ઓપન કરીને જોઈ શકે છે.

આ સોફ્ટવેરની તાકાત આટલે ખતમ નથી થતી. ઇમેલ ઉપરાંત તે તમારી ચેટ, વિડીયો કોલિંગ, સર્ચ કરેલી વેબસાઈટ (લિંક સાથે), સોશ્યલ મિડિયા એક્ટિવિટી અને તમામ ઓનલાઈન પ્રવૃતિનો રેકોર્ડ રાખી શકે છે અને તે પણ લાઈવ રિયલ ટાઈમમાં. Xkeyscoreમાં DNI પ્રેઝન્ટર નામના ફિચરમાં ફેસબુકનું યુઝર આઈડી આપતાની સાથે જ તેનો ફેસબુક પરની એક્ટિવિટીઝનો સમગ્ર ચિતાર મળી જાય છે.

Xkeyscoreની તાકાત


NSAએ દાવો કર્યો હતો કે Xkeyscoreની બુદ્ધિક્ષમતા દ્વારા લગભગ 300 જેટલાં આતંકવાદીઓને પકડવામાં મદદ મળી હતી. જ્યારે 2007માં 850 અબજ જેટલી કૉલ ઇવેન્ટ્સ અને 150 અબજ ઇન્ટરનેટ રેકોર્ડ્સનો જથ્થો પ્રોગ્રામ દ્વારા એજન્સીના કબજામાં આવ્યો હતો. જેમાં રોજના સરેરાશ 1 થી 2 અબજ જેટલાં રેકોર્ડ્સ ઉમેરાતા હતાં. આ પ્રોગ્રામમાં વિપુલ પ્રમાણમાં ડેટાનો ભરાવો થતો હોવાથી વધુમાં વધુ 30 દિવસ સુધી સંપૂર્ણ વિગતવાર ડેટા સાચવી શકાય છે ત્યાર બાદ તેને ડિલીટ કરવો પડે છે. પરંતુ મેટા-ડેટા સેવ રાખવામાં આવે છે જેથી ગમે ત્યારે કોઈ પણ ઘટનાની કડીને સાંકળવામાં મદદરૂપ બને.
 
અમેરિકા આ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે તે વાતની યથાર્થતા એ વાત પરથી સાબિત થાય છે કે NSAની જોબ ભરતી સમયે Xkeyscoreના નોલેજ અને અનુભવને પ્રબળ પરિબળ ગણવામાં આવે છે. જો કે અમેરિકી સરકાર અને NSA આ સોફ્ટવેરનો ઉપયોગ જાપ્તા રાખવા કરતાં વધારે આતંકવાદીઓ અને ગુનાઈત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધારે છે તેમ જણાવે છે. પણ હા, ડેટાનો દુર્પયોગ નહીં થાય તેની પણ કોઈ ગેરંટી નથી હોતી.

શું ભારતમાં પણ છે આવો કોઈ છે બિગ-બૉસ?


અમેરિકા અને ભારતની જ્યારે પણ સરખામણી કરવામાં આવે ત્યારે આપણે ભારતને નીચું પાડતાં હોઈએ છીએ. એમાં પણ જ્યારે ટેકનોલોજીની વાત આવે ત્યારે તો દૂર-દૂર સુધી કોઈ મેળ ખાય નહીં તેમ માનતા હોઈએ છીએ. પરંતુ જેમ અમેરિકા નાગરિકોની ઓનલાઈન એક્ટિવિટી પર નજર રાખવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેમ ભારતે પણ થોડાં મહિના અગાઉ જ ‘સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ’ (CMS) અમલમાં લાવવાનું નક્કી કર્યું હતું. અત્યાર સુધી ભારતમાં ફોન અને ઇન્ટરનેટ પરથી ડેટા આંતરવા માટે લૉફૂલ ઇન્ટરસેપ્ટ એન્ડ મોનિટરિંગ (LIM) સિસ્ટમ કાર્યરત હતી જે 7 થી 8 મોબાઈલ ઓપરેટર્સના 22 સર્કલ, ફિક્સ્ડ લાઈન્સ, જુદા-જુદા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISP) અને ઇન્ટરનેશનલ ગેટ-વેમાં સેટ-અપ કરવામાં આવેલી છે. પરંતુ કહેવાય છે કે રૂ.400 કરોડના બજેટની આ CMS સિસ્ટમ LIM કરતા ઘણી હદે એડવાન્સ્ડ અને વધુ માહિતી આપતી સિસ્ટમ છે જે દિલ્હીમાં કોઈક જગ્યાએ C-Dot દ્વારા સેટ-અપ કરવામાં આવી રહી છે.


આ સિસ્ટમ પાસે દેખરેખ રાખીને 900 મિલિયન જેટલાં IRI (ઇન્ટરસેપ્ટ રિલેટિંગ ઇન્ફોર્મેશન) મોબાઈલ (GSM અને CDMA) અને ફિક્સ્ડ લાઈન્સ (PSTN)ના રેકોર્ડ્સ તેમ જ 160 મિલિયન ઇન્ટરનેટ યુઝર્સની માહિતી રિયલ ટાઈમમાં મેળવી શકવાની ક્ષમતા ધરાવે છે.


CMS સિસ્ટમ વિડિયો કોન્ફરન્સિંગ, મલ્ટિ-મિડિયા વિડીયો, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ફાઈલ ટ્રાન્સફર, વિડીયો ગેમ્સ, વોઈસ એન્ડ ફેક્સ ઓવર આઈપી જેવી માહિતીઓ આંતરી શકશે. જ્યારે ફોન કોલ્સમાં કોલ ડ્યુરેશનની મિલીસેકન્ડ્સ, આઈડિન્ટિફિકેશન અને કોલ હિસ્ટરી અને ફોનની તમામ ઝીણવટપૂર્વક 
માહિતીઓ આપવાની તાકાત ધરાવે છે.

જો કે ભારતમાં આ સિસ્ટમનો કેટલાંક નિષ્ણાતો અને ફ્રીડમ ઓફ સ્પીચના હિમાયતી લોકોએ વિરોધ પણ દર્શાવ્યો છે. તેઓનું માનવું છે કે ભારતમાં પ્રાઈવસી માટેના કાયદા નબળા છે ત્યારે આ પ્રકારની જાપ્તા રાખવાની સિસ્ટમ નાગરિક માટે સુખદાયી કરતાં દુ:ખદાયી વધુ બની જશે. કારણકે અમેરિકામાં ગૂગલ અને યાહૂ જેવી કંપનીઓએ પોતાના યુઝર્સના અંગત ડેટા આપવા માટે ઘણી વખત સરકારને કોર્ટમાં પડકારી છે. જ્યારે ભારતની કોઈ પણ કંપનીએ આ પ્રકારની હિંમત દેખાડતી જોવા મળી નથી ત્યારે આપણો ડેટા કેટલો સલામત રહે છે તેની ચિંતા દરેક વ્યક્તિને થવી જ રહી.

દરેક વ્યક્તિ પરોક્ષ રીતે જાપ્તા હેઠળ જીવી રહ્યો છે


તમે માનો યા ન માનો પણ હાલમાં તમે તમારી જાતે તમારી ઇચ્છાથી જ પરોક્ષ રીતે ઇન્ટરનેટ કંપની, સરકાર, પોલીસ કે ગુપ્તચર એજન્સીની દેખરેખ હેઠળ જીવી રહ્યાં છો. આશ્ચર્ય થયાં વિના જરા વિચારશો તો તમને માલૂમ પડશે કે તમારો ફોન, તમારા ઇન્ટરનેટ પરના એકાઉન્ટ્સ, સોશ્યલ મિડીયા, ગેજેટ્સ તમારી હલચલ આપી જ રહ્યાં છે. જુઓ કેવી રીતે…


ટેલિકોમ : 

  • કહેવાય છે કે ભારતમાં મોટાભાગનાં મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સ ઍન્ક્રિપ્શનનો ઉપયોગ નથી કરતાં જેનો સીધો મતલબ એ થાય છે કે કોઈ પણ તમારો કોલ આંતરિ શકે છે અને સીધેસીધો ટ્રાન્સમીટ કરી શકે છે.
  • મોબાઈલ બનાવનાર અને સર્વિસ પ્રોવાઈડર્સે ભારત સરકારને ‘લૉ-ફૂલ એક્સેસ’ અંતર્ગત ડેટાનો એક્સેસ આપવો પડે છે. ભારત સરકારને શરૂઆતમાં આ જ બાબતે બ્લેકબેરીએ ડેટા આપવાનો ઇનકાર કર્યો હતો.
  • ટેલિકોમ કંપનીઓને લાયસન્સ એ જ શરતે અપાય છે કે સરકાર ગમે ત્યારે કોઈનો પણ ડેટા વૉરન્ટ વિના ડાયરેક્ટ મેળવી શકે છે.
  • હાલના તેમ જ ભૂતકાળના પણ રેકોર્ડ તેઓ મેળવી શકે છે.


 

HTAT ત્રીજો રાઉન્ડ જાહેર

HTAT Third round declared

HTAT THIRD ROUND DECLARED
Jawahar Navoday Exam time table
Click here for details

મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2013

windows નો કોઈપણ પ્રોગ્રામ linux માં ચલાવો આસાનીથી

મિત્રો આપણી શાળાઓમાં આપણને જે કમ્પ્યુટર આપવામાં આવેલ છે તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ લીનક્ષ છે જેના કારણે windows ના પ્રોગ્રામ ખાસ  કરીને MS office તથા અન્ય બધાજ પ્રોગ્રામસ ઇન્સ્ટોલ કરવામાં શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે.
                   પણ હવે આપને મુશ્કેલીઓ નડશે નહિ.કારણકે આપ હવે લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ વાળા કોઈપણ કોમ્પ્યુટરમાં વિન્ડોવ્સના કોઈપણ પ્રોગ્રામને ચલાવી શકશો.કેવી રીતે? તો જાણો.
                            windows નો કોઈપણ પ્રોગ્રામ લિનક્ષ માં રન  કરવા માટે આપણને આપેલા કમ્પ્યુટરની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ આપેલો છે જેનું નામ છે wine.તેની મદદથી આપણે આ બધા પ્રોગ્રામને ચલાવી શકીએ છીએ. ઉદાહરણ થી સમજીએ.
      ધારોકે આપણે MS-OFFICE ને  LINUX  વાળા કમ્પ્યુટર માં install કરવું છે તો આ પ્રમાને કરવું.
સૌ પ્રથમ  DOWNLOAD કરો અથવા PENDRIVE ની મદદથી કોમ્પ્યુટર માં MS-office વાળા ફોલ્ડર ને ઓપેન કરો તથા તમામ file ને સેલેક્ટ ઓલ કરીને COPY કરો પછી  DESKTOP પર અન્ય એક કોઈપણ નામનું ફોલ્ડર બનાવીને તેમાં PASTE કરો.હવે DESKTOP પરના ફોલ્ડર ને ઓપેન કરતા સેટપ માટેની .EXE ફાઈલ દેખાશે.તેના પર રાઈટ  ક્લિક કરીને PROPERTIES પર ક્લિક કરશો તો  તમને એક વિન્ડો દેખાશે જેમાં PERMISSION પર ક્લિક કરો.તમને એક બીજી વિન્ડો ખુલેલી દેખાશે તેમાં  EXECUTABLE ની સામેના ખાનામાં ખરાનું  નિશાન કરીને વિન્ડો બંદ કરીદો.ત્યારબાદ સેટપ માટેની તેજ .EXE વાળી ફાઈલને રાઈટ ક્લિક કરીને OPEN WITH WINE પર ક્લિક કરો અને તમારા પ્રોગ્રામને install થવા દો .install થઇ જાય પછી તે પ્રોગ્રામને ખોલવા માટે નીચેના પગલા અનુસરો.
        સૌપ્રથમ ડેસ્કટોપ પર જઈને લેફ્ટ કોર્નેર પર જઈને ક્લિક કરતા તમને લાસ્ટ ROW માં wine લખેલું દેખાશે તેના પર ક્લિક કરતા તમને PROGRAMS દેખાશે તેના પર ક્લિક કરો તમને તમારો windows નો પ્રોગ્રામ દેખાશે તેના પર ક્લિક કરો અને તમારું કામ શરુ કરો.

શનિવાર, 16 ફેબ્રુઆરી, 2013

આચાર્ય મિત્રો માટે ની link

સુરેન્દ્રનગર જીલ્લાની તમામ પ્રાથમિક શાળાના આચાર્ય  મિત્રો માટે એક સરસ સમાચાર છે.આપ આપના એસ.એમ,સી ના ખાતા માં કેટલી રકમ કયા હેડ હેઠળજમા થઇ  છે અને તેને કેવી રીતે વપરાવી તેની એક સરસ લીંક અહી મુકવામાં આવી છે .એક વાર મુલાકાત લો અને  જુઓ પછી કમાલ .


અહિયાં ક્લિક કરો

રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

હજારો લિંક્સ, એક સાથે !

ઇન્ટરનેટના  હજારો પેજેસ એક જ  સાઇટ પરથી મેળવવા છે?  રેફડેસ્ક ખુબજ કામની  ચીજછે.

https://www.refdesk.com
  હજારો શબ્દ  ઓછો પડે એટલા નેટરિસોર્સની લિંક આપતી આ સાઇટ વિશે વધુ કંઈ લખવાની જરૂર જ નથી, તમારી એકજમુલાકાતતમનેઆશ્ચર્યચકિતકરી દેશે. 
  • અહીંથી તમે ગૂગલ, બિંગ, યાહૂ, યુટ્યુબ, વિકિપિડિયા, ડિક્શનરી, બિઝનેસ, પીપલ વગેરે સર્ચ કરીશકો છો.
  • આજની ફૅક્ટ, સાઇટ, વિચાર, શબ્દ, ઇતિહાસ, લેખ, જાણીતી વ્યક્તિ વગેરે પર નજર ફેરવી શકો છો.
  • અસંખ્ય સ્ત્રોતમાંથી રોજેરોજની હેડલાઇન્સ વાંચો.
  • વાંચીને હૈયું બળે એવા નહીં, પણ ખાસ તારવેલા પોઝિટિવ ન્યૂઝ પણ મળશે.
  • ન્યૂઝ ફોટો, ન્યૂઝ વિડિયો જુઓ.
  • ‘ફર્સ્ટ થીંગ ફર્સ્ટ’ સેક્શનમાં જઈને રોજરોજનાં કોમિક્સ, ન્યૂઝપેપર, ફાઇનાન્શિયલ ન્યૂઝ, મેગેઝિન્સ, વિદેશી અખબારોની સંખ્યાબંધ કોલમ, એડિટ પેજ, સ્પોટર્સ વગેરે વગેરેની લિંક્સ ફંફોસી શકો છો.


ફક્ત પાંચ મિનિટમાં પોતાનું આગવું હોમપેજ બનાવો!!!!

  બ્લોગ અને વેબસાઇટ બંનેમાં હોમપેજ તો હોય જ, પણ આપણે જેની વાત કરીએ છીએ એ જરા અલગ પ્રકારનું હોમપેજ છે.
(http://flavors.me) ફ્લેવર્સ.મી નામે ઇન્ટરનેટ પર એક એવી સર્વિસ ઉપલબ્ધ છે, જે તમને મફતમાં (થોડી મર્યાદાઓ સાથે) ચપટી વગાડતાં તમારી ઓનલાઇનપ્રેઝન્સ તૈયાર કરી આપે છે. આ સર્વિસ તમને જે સેવા આપે છે તે બ્લોગ કે વેબસાઇટ બંને કરતાં જુદી પડે છે. અહીં તમને તમારું પોતાનું હોમપેજ તૈયાર કરીને તેમાં, ઇન્ટરનેટના અનેકવિધ ખૂણેખાંચરે પથરાયેલી પડેલી તમારી અને તમને સંબંધિત બધી માહિતીને એક ઠેકાણે એકઠી કરી આપવાની સગવડ મળે છે.

  સૌથી પહેલાં નજરે ચઢતા ‘ગેટ સ્ટાર્ટેડ’ના બટન પર ક્લિક કરશો એટલે ઇમેઇલ આઇડી આપીને યુઝરનેમ અને પાસવર્ડ પસંદ કરતાં જ તમારું (http://flavors.me/ તમારું યુઝરનેમ) પ્રકારનું હોમપેજ તૈયાર થઈ જશે.
આટલું થયું એટલે તમારું બેઝિક હોમપેજ તૈયાર થઈ ગયું.  સાઇટ કે હોમપેજ પર આવતા લોકોને તમે શું શું બતાવવા ઇચ્છો છો, તે તમે આ કન્ટેન્ટવાળા ભાગમાં નક્કી કરી શકો છો. અહીંથી તમે આપણી જૂની ને જાણીતી સાઇટ્સ જેમ કે ફેસબુક, ટ્વીટર, પિકાસ, ફ્લિકર વગેરે પર તમે રોજબરોજ જે અપડેટ્સ કે ફોટોગ્રાફ કે વિડિયો મૂકો છો તેની લિંક અહીં સેટ કરી શકો છો. પરિણામે, તમારા સર્કલમાં રહેલા તમારા મિત્રોએ તમે અલગ અલગ જગ્યાએ શું અપડેટ્સ કરો છો તે જાણવા માટે અલગ અલગ જગ્યાએ જવું નહીં પડે. બધું જ તેમને એક જ જગ્યાએ સુલભ થશે.  ઉપરાંત પણ સંખ્યાબંધ  તમારા બ્લોગર કે વર્ડપ્રેસમાંના બ્લોગના લેખ પણ અહીં બતાવી શકો છો.
તમારી ઓનલાઇન પ્રેઝન્સ ઊભી કરવી હોય કે તમે ફોટોગ્રાફી જેવા વ્યવસાયમાં હો તો તમારી પોતાની જરા અલગ પ્રકારની ઓનલાઇન ઓળખ તૈયાર કરવા માટે આ સર્વિસ સરસ છે.